બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : બીચ પર અંતઃવસ્ત્રોમાં સ્નાન કરતી છોકરીઓનો વીડિયો વાયરલ, યુવાનોને સાબુથી નવડાવ્યાં

Viral / VIDEO : બીચ પર અંતઃવસ્ત્રોમાં સ્નાન કરતી છોકરીઓનો વીડિયો વાયરલ, યુવાનોને સાબુથી નવડાવ્યાં

Jay Bhatt

Last Updated: 02:40 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બીચ પર સ્નાન કરતા કેટલાક યુવક યુવતીઓ જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયો પર હોબાળો મચી ગયો છે, જાણો શું છે સમગ્ર મામલો..

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બીચ પર ચાલ લોકો ખુલ્લેઆમ સ્નાન કરી રહ્યા છે, વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવક યુવતીઓ ભારતીય છે, જેઓ દરિયામાં ખુલ્લેઆમ સાબુ અને શેમ્પૂથી નહાતા જોવા મળી રહ્યા છે. વીડિયો સ્થાનિક વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે.

ભારતીયોની આકરી ટીકા કરી

આ વીડિયો કેનેડાના એક સુંદર બીચનો હોવાનું કહેવાય છે, જે વાયરલ થયા બાદ કેટલાક નેટીઝન્સને આ કૃત્ય બદલ ભારતીયોની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે બીચ અથવા કોઈપણ કુદરતી પાણીના સ્ત્રોત પર સાબુનો ઉપયોગ પર્યાવરણ માટે હાનિકારક છે. વીડિયો પર ઘણી તીખી અને જાતિવાદી કમેન્ટ પણ આવી હતી. જોકે, હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે વીડિયોમાં દેખાતા લોકો ખરેખર ભારતીય છે કે નહીં.

vtv app add

વાયરલ બાદ કમેન્ટોનો મારો ચાલુ થયો

વીડિયો પર સોશિયલ મીડિયા પર બરાબરની કમેન્ટનો મારો ચાલુ થઈ ગયો હતો. આ વાયરલ થયેલા વીડિયો પર એક યુઝરે લખ્યું હતું કે, 'અમારા દેશનું પાણી તમારું બાથટબ નથી. લોકો અહીં તરવા આવે છે અને તમે તેને ગંદુ કરી રહ્યા છો. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ'. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'કુદરતી પાણીના સ્ત્રોતોમાં સાબુનો ઉપયોગ ગેરકાયદેસર અને પર્યાવરણ માટે અત્યંત જોખમી છે'. જો કે આ ટિકા બાદ ઘણા લોકો માને છે કે ટીકાનું કારણ ફક્ત પર્યાવરણીય નુકસાન હોવું જોઈએ, કોઈની જાતિથી ન હોવું જોઈએ.

વધુ વાંચો : VIDEO : ડે કેરમાં દરિંદગી, નોકરાણીએ બાળકીને જમીન પર પટકી, રુવાંડા ઊભા કરી દેનારો વીડિયો

કડક કાર્યવાહી કરવા માટે ઉઠી માગ

પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે, જ્યારે સમુદ્ર, તળાવ કે નદીમાં સાબુ અને ડિટર્જન્ટના રસાયણો ઓગળી જાય છે ત્યારે પાણીનું pH લેવલ બદલાય જાય છે. આની સીધી અસર જળચર જીવન પર પડે છે. છોડ અને માછલીઓની સંખ્યા ઘટવા લાગે છે. લાંબા ગાળે, આ પ્રદૂષણ મનુષ્યો માટે પણ હાનિકારક બની શકે છે. આ ઘટનાએ ફરી એકવાર પર્યાવરણ સંરક્ષણના નિયમો પર સવાલો ઉભા કરી દીધા છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પાસે આવા કેસોમાં માત્ર ભારે દંડ જ નહીં, પરંતુ દેખરેખ પણ વધારવી જોઈએ જેથી કુદરતી સૌંદર્યને બચાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Canada indian tourists video Viral
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ