બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ડે કેરમાં દરિંદગી, નોકરાણીએ બાળકીને જમીન પર પટકી, રુવાંડા ઊભા કરી દેનારો વીડિયો

ભયાનક / VIDEO : ડે કેરમાં દરિંદગી, નોકરાણીએ બાળકીને જમીન પર પટકી, રુવાંડા ઊભા કરી દેનારો વીડિયો

Jay Bhatt

Last Updated: 12:33 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ મોટાભાગના ઘરોમાં પતિ અને પત્ની બન્ને નોકરી કરતા હોય છે, એટલે જ્યારે સંતાન થાય ત્યારે તેની સંભાળ રાખવા માટે કેરટેકર રાખતા હોય છે. આવા માતા-પિતાને એવું હોય છે કે કેર ટેકર બાળકની સરખી સંભાળ રાખે છે. જો કે એક એવી ઘટના સામે આવી છે જેનાથી બાળકને કેરટેકરને પાસે સાચવતા સો વાર વિચાર કરશે.

Viral Video: ઝડપથી બદલાઈ રહેલા યુગમાં બધુ જ ફાસ્ટ થઈ રહ્યું છે તેમજ સતત વધતી જઈ રહેલી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા માટે હવે મોટાભાગના ઘરોમાં પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય છે. અને કેટલાક ઘરોમાં દાદા કે દાદી પણ હોતા નથી, તેવા કિસ્સાઓમાં સંતાનની સંભાળ એક જટીલ સમસ્યા બને છે, જો કે હવે બાળકોની સંભાળ રાખવા માટે કેરટેકર રાખવામાં આવે છે.

આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો

આ કેરટેકર બાળકને સાચવવા માટે સારામાં સારો પગાર પણ લે છે. જો કે કેટલાક કિસ્સાઓમાં કેરટેકરને બાળકને સાચવવામાં જ નહી પરંતુ તેને મળતા પૈસામાં જ રસ હોય છે. તમારુ બાળક સચવાય છે તે વાત ભૂલ ભરેલી છે. અને આવો જ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો. કેરટેકર મહિલાએ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેવું બાળક સાથે કૃત્ય કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

vtv app promotion

મહિલાએ નિર્દયતાની હદ વટાવી

ઉત્તર પ્રદેશમાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં 15 મહિનાની બાળકી સાથે કેરટેકર મારપીટ કરે છે. મહિલાએ નિર્દયતાની હદ વટાવતા બાળકીને જમીનમાં પટકે છે, બાળકીનું માથું ભીંત સાથે અથડાવે છે. એટલું જ નહીં બાળકીને બચકા ભર્યા, પ્લાસ્ટિકના બેલ્ટથી માર માર્યો. ઘટના થોડા દિવસો પહેલાની હોવાનું કહેવાય છે. જ્યારે બાળકીની માતા આવી ત્યારે બાળકીને સતત રડતી જોઈ તેમજ ઈજાના નિશાન પણ દેખાતા તે બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી.

વધુ વાંચો : VIDEO : જીવલેણ એક્સિડન્ટમાં મરેલી પત્નીની લાશ બાઈક સાથે બાંધીને લઈ ગયો પતિ, વીડિયો વાયરલ

રુવાંડા ઉભા કરી દે તેવા CCTV

બાળકીની માતા અને અન્ય લોકોને શંકા ગઈ અને તેમણે કેર સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રુવાંડા ઉભા કરી દે તેવા ફૂટેજ જોવા મળ્યા હતા. આ પછી બાળકીની માતાની ફરિયાદ પર, સેન્ટરે શરૂઆતમાં આ મામલાને ટાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ કેસમાં કડકતા દાખવવામાં આવી અને પોલીસે ફરિયાદ નોંધીને કેરટેકરની ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Video Viral Noida Maid Assault Toddler
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ