બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : જીવલેણ એક્સિડન્ટમાં મરેલી પત્નીની લાશ બાઈક સાથે બાંધીને લઈ ગયો પતિ, વીડિયો વાયરલ

Viral / VIDEO : જીવલેણ એક્સિડન્ટમાં મરેલી પત્નીની લાશ બાઈક સાથે બાંધીને લઈ ગયો પતિ, વીડિયો વાયરલ

Nidhi Panchal

Last Updated: 10:51 AM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપુરમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ ચોંકી જશે. એક પતિએ પોતાની મૃત પત્નીને એવી રીતે લઇ જવાનું નક્કી કર્યું કે તેના દૃશ્ય જોઈને સૌ કોઇ ચોંકી જશે

સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, જેના વિશે આપણે કલ્પના પણ કરી નથી હોતી. અમુક વીડિયો એવા હોય છે કે જોતા આપણી આંખો પણ વિશ્વાસ કરી શકતી નથી. એવી જ એક તાજેતરની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરો કે આવું પણ બની શકે છે.

viral

માહિતી મુજબ આ વીડિયો નાગપુરનો હોવાનું સામે આવ્યું છે. તેમાં એક વ્યક્તિ પોતાની મૃત પત્નીને મોટરસાયકલ પર બાંધીને લઇ જતો જોવા મળે છે. આ વીડિયો જોતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને અનેક સવાલો કરી રહ્યા છે કે એવું શું મજબૂરીભર્યું કારણ હતું કે આ રીતે મૃતદેહ લઇ જવો પડ્યો?

app promo2

તપાસ બાદ સત્ય

તપાસ બાદ સત્ય સામે આવ્યું કે આ ઘટના રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ દેવલાપર પોલીસ અધિકારક્ષેત્ર હેઠળના મોરફટા વિસ્તાર નજીક, નાગપુર–જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની હતી. ગ્યારસી અમિત યાદવ નામની મહિલાને એક ઝડપી ટ્રકે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. તેના પતિ અમિત યાદવે વારંવાર વિનંતી કર્યા છતાં કોઈએ મદદ ન કરી. અંતે મજબૂર બનીને તેમણે મૃતદેહને પોતાની ટુ-વ્હીલર પર બાંધીને મધ્યપ્રદેશના વતન ગામ લઈ જવાનું નક્કી કર્યું.

ક્યાંના છે આ દંપતી?

આ દંપતી મધ્યપ્રદેશના સિઓની જિલ્લાના વતની હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી નાગપુરના કોરાડી નજીક લોનારામાં રહેતા હતા. રવિવારે રક્ષાબંધનના દિવસે અમિત અને તેમની પત્ની મોટરસાયકલ પર લોનારાથી દેવલાપર થઈને કરણપુર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. મૃતદેહને લઇ જવા માટે કોઈ મદદ ન મળતાં, અમિતએ આ રીતે લઈ જવાનું નક્કી કર્યું.

અમિત પોતાની પત્નીના મૃતદેહને મોટરસાયકલ પર બાંધીને લઇ જતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ દૃશ્યો અત્યંત દર્દનાક છે. શરૂઆતમાં કોઈ મદદ માટે ન આવ્યું, પરંતુ પાછળથી ઘણા લોકોએ તેને મોટરસાયકલ પર મૃતદેહ લઈ જતા જોયો ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો. ટકરાવ કે મુશ્કેલીના ડરથી તેણે રોકાવાનું ઇનકાર કર્યું.

આ પણ વાંચો : NSDL Share : આ શેરે તોડ્યો રેકોર્ડ, 4 દિવસમાં 78 ટકા નફો મેળવ્યો, લોકોએ કરી મૂકી પડાપડી

વાયરલ વીડિયો બનાવનાર હાઇવે પોલીસ હતા, જેમણે તેને રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ તેણે ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. અંતે તેને થોડું આગળ રોકવામાં આવ્યો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાગપુરની માયો હોસ્પિટલમાં મોકલ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

man carries wife dead body Nagpur viral video bike viral incident
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ