બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:24 AM, 4 December 2025
Canada Jobs : કેનેડામાં રહેવું હવે પહેલા જેટલું સરળ નથી રહ્યું. એક સમય હતો જ્યારે ભારતમાંથી આવતા ઇમિગ્રન્ટો સામાન્ય નોકરીઓ કરીને પણ આરામથી જીવન ચલાવતા અને પોતાના પરિવારને ભારત પૈસા મોકલી શકતા. પરંતુ હવે પરિસ્થિતિ મોટા પાયે બદલાઈ ગઈ છે. વધતાં ફુગાવા, ઊંચા ભાડાં અને વધતા દૈનિક ખર્ચાઓને કારણે કેનેડિયન સમાજમાં આર્થિક દબાણ ઝડપથી વધી રહ્યું છે-ખાસ કરીને GTA (Greater Toronto Area) જેવા મોંઘા વિસ્તારોમાં, જ્યાં ભારતીયોની સૌથી વધુ વસતિ છે.
ADVERTISEMENT

લઘુત્તમ વેતન સામે જીવનનિર્વાહ વેતન : મોટો તફાવત
ADVERTISEMENT
Ontario Living Wage Networkના 2025ના અહેવાલ મુજબ GTA માં જીવન આરામથી ચલાવવા માટે કમામું વેતન $27.20 પ્રતિ કલાક હોવું જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઑન્ટારિયોનું લઘુત્તમ વેતન માત્ર $17.60 પ્રતિ કલાક છે (1 ઑક્ટોબર 2025થી અમલમાં).
એટલે કે કલાકદીઠ લગભગ $10 નો તફાવત
ADVERTISEMENT
જે સીધો જ પ્રહાર સામાન્ય કામદારો અને ખાસ કરીને ભારતીય ઇમીગ્રન્ટો પર કરે છે.
ADVERTISEMENT
દૈનિક કમાણી : $17.60 × 8 કલાક = $140.80
સાપ્તાહિક કમાણી : 40 કલાક × $17.60 = $704
ADVERTISEMENT
માસિક આવક (4.33 અઠવાડિયા મુજબ) : $704 × 4.33 = $3,046
કરવેરા બાદ વ્યક્તિના હાથમાં રહે છે માત્ર $2,600–$2,700. એટલે કે મહિને અંદાજે $2,650 જ.
ADVERTISEMENT
GTA માં સરેરાશ ખર્ચો
ખર્ચ દર મહિનો
કુલ ખર્ચ: $2,770 – $3,430 એટલે કે આવક ખર્ચ કરતા ઓછી છે
સ્પષ્ટ છે કે લઘુત્તમ વેતન પર જીવન ચલાવવું મુશ્કેલ જ નહીં, પરંતુ લગભગ અશક્ય બને છે.
ભારતીયો સૌથી વધારે અસરગ્રસ્ત કેમ?
GTA, બ્રેમ્પટન અને મિશિસાગા જેવા વિસ્તારોમાં ભારતીયોની સૌથી વધુ સંખ્યા છે. મોટા ભાગના ભારતીયો નીચેની નોકરીઓ કરે છે:
નવા ઇમીગ્રન્ટ્સ માટે શરૂઆતમાં સારી નોકરી મેળવવી મુશ્કેલ હોવાને કારણે તેઓને પણ આ જ નોકરીઓ કરવી પડે છે- જો તેઓ ઉચ્ચ શિક્ષિત હોય.
કેનેડાના દરેક પ્રાંત/પ્રદેશમાં લઘુત્તમ વેતન

ઓવરટાઇમ : પસંદગી નહીં, ફરજ
અગાઉ વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સ ઓવરટાઇમ કમાણી માટે કરતા હતા. પણ આજે ઓવરટાઇમ ખર્ચ પૂરો કરવા સિવાય બીજો વિકલ્પ જ નથી. ઘણા લોકો અઠવાડિયાના 7 માંથી 7 દિવસ કામ કરે છે, રાત્રે કામ કરે છે અનેદિવસે કાફેમાં કામ કરે છે, બે–ત્રણ પાર્ટ-ટાઇમ નોકરીઓ એકસાથે કરે છે. આર્થિક દબાણ સતત વધી રહ્યો છે.

અંતર કેમ વધી રહ્યું છે?
આ વધતા તફાવતના મુખ્ય કારણો : -
GTA માં આસમાને પહોંચેલું ભાડું
ખોરાક અને કરિયાણું મોંઘું
પરિવહન તથા યુટિલિટી બિલ્સ વધી રહ્યા છે
બાળ ઉછેરનો ખર્ચ સામાન્ય લોકોની પહોંચ બહાર

આ પણ વાંચો : વિદ્યાર્થીઓને કેવી રીતે મેળશે કેનેડાના PR? બસ નોટ કરી લેજો આ 6 પોઇન્ટ્સ
આગળ શું થઈ શકે?
નિષ્ણાતો માને છે કે જો આ $10 પ્રતિ કલાકનો તફાવત ઘટાડવામાં નહીં આવે તો:
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.