ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિદ્યાર્થીઓને કેવી રીતે મેળશે કેનેડાના PR? બસ નોટ કરી લેજો આ 6 પોઇન્ટ્સ

NRI / વિદ્યાર્થીઓને કેવી રીતે મેળશે કેનેડાના PR? બસ નોટ કરી લેજો આ 6 પોઇન્ટ્સ

Published By: Vidhata Gothi

Last Updated: 12:41 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada PR For indian Students: વિદેશમાં અભ્યાસ માટે ભારતીયોની પહેલી પસંદ કેનેડામાં વિદ્યાર્થીઓ માટે PR મેળવવા ઘણા અઘરાં હોય છે. પણ કેટલીક બાબતોથી કેનેડામાં PR મેળવવાના રસ્તા ખોલી શકાય છે.

ADVERTISEMENT

Canada PR For Students Tips: વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે ઉચ્ચ અભ્યાસ માટે પહેલી પસંદગી કેનેડા રહ્યું છે. કેનેડાની ટોપની યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવવાનું ઘણા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું છે. વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે વિઝા લઈને જાય છે. અહીં તેમને અભ્યાસની સાથે કામ કરવાની પણ મંજૂરી છે. કેનેડામાં અભ્યાસ અને કામનો અનુભવ મેળવીને તેમના માટે કાયમી રહેઠાણ PR મેળવવાના રસ્તા પણ ખુલી જાય છે. ચાલો જાણીએ કે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં PR મેળવવાની તેમની તકો કેવી રીતે વધારી શકે?

ઇમિગ્રેશન નીતિઓથી અપડેટ રહો

લગભગ દરેક દેશમાં ઇમિગ્રેશન નીતિઓ સતત બદલાતી રહે છે. એવી જ રીતે કેનેડામાં પણ ઇમિગ્રેશન નીતિઓ સતત અપડેટ થતી રહે છે. ત્યારે હંમેશા આ નીતિઓથી અપડેટ રહેવાથી ફાયદો થશે. જેમ કે IRCCએ તાજેતરમાં જણાવ્યું છે કે વર્ષ 2026માં 380,000 વિદેશીઓને PR આપવામાં આવશે.

Canada-PR1

ખાસ અભ્યાસક્રમમાં ડિગ્રી મેળવો

ઇમિગ્રેશન નીતિઓની સાથે જ કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એવા અભ્યાસક્રમની પણ જાણકારી હોવી જોઈએ કે જેનાથી તેઓ PRને લાયક બની શકે. ઘણા અભ્યાસક્રમમાં ડિગ્રી લીધા પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) પણ મળે છે, તો આવી ડિગ્રીનો અભ્યાસ કરવાથી તેમની PRની સંભાવના વધી જાય છે.

ડિમાન્ડમાં હોય એવી ડિગ્રીનો અભ્યાસ કરો

કેનેડામાં કેટલાક સેક્ટર્સમાં વર્કર્સની સતત ડિમાન્ડ હોય છે, જેમ કે - હેલ્થ કેર, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM); બિઝનેસ, ટ્રાન્સપોર્ટ અને કૃષિના સેક્ટર્સમાં સતત ડિમાન્ડ હોય છે. તો આવા સેક્ટર્સનો અભ્યાસ કર્યો હોય તો પણ વિદ્યાર્થીની PR મળવાની સંભાવના વધી જાય છે.

પ્રોવિન્સ નોમિની પ્રોગ્રામ

કેનેડામાં ક્વિબેક અને નુનાવુત સિવાય દરેક પ્રાંતમાં એક ખાસ ઇમિગ્રેશન પ્રોગ્રામ ચાલે છે - જે છે પ્રોવિન્સ નોમિની પ્રોગ્રામ, જેના અંતર્ગત દેશમાં કુશળ કામદારોને લાવવાની મંજૂરી છે. ફેડરલ સરકારના PR પ્રોગ્રામ દ્વારા કાયમી રહેઠાણ ન મળે, તો ત્યાંનાં કોઈ પ્રાંતના પ્રોવિન્સ નોમિની પ્રોગ્રામ દ્વારા PR મેળવી શકે છે. અહીંના મોટાભાગના પ્રોવિન્સમાં કુશળ કામદારોને સરળતાથી PR મળી જાય છે.

vtv app promotion

આવડવી જોઈએ અંગ્રેજી અને ફ્રેંચ ભાષા

કેનેડામાં બે ઓફિશિયલ ભાષાઓ છે - અંગ્રેજી અને ફ્રેન્ચ. જો આ બંને ભાષાના જાણકાર હોવ તો PR મળવાની તક વધી જાય છે. કેનેડામાં CRS સ્કોરના આધારે PR આપવામાં આવે છે, જેમાં ઉંમર, શિક્ષણ અને વર્ક એક્સપીરીયન્સ પર પણ આધાર હોય છે. IELTS અથવા CELPIP જેવી પરીક્ષાઓમાં સારો સ્કોર મેળવીને CRS સ્કોર વધી શકે છે.

આ પણ વાંચો: 'અમેરિકન વર્કર્સને ટ્રેઇન કરો, પછી...' ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીયોને થશે અસર

માન્ય ડિગ્રીનો અભ્યાસ

કેનેડાની સરકારની PR એપ્લિકેશન માટેની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં શિક્ષણને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જે વિદ્યાર્થી પાસે એક કરતા વધારે ડિગ્રી હોય તો તેમની ડિગ્રીનું મહત્ત્વ વધી જાય છે અને તેમનો CRS સ્કોર પણ સારો થાય છે, જેનાથી પણ PRની સંભાવના વધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada PR For Students Tips Canada PR For indian Students Canada Permanent Residency

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ