બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : અમેરિકાએ આવી રીતે ઈરાન પર કર્યો ભીષણ હુમલો, વીડિયો આવ્યો સામે

Israel-Iran Conflict / VIDEO : અમેરિકાએ આવી રીતે ઈરાન પર કર્યો ભીષણ હુમલો, વીડિયો આવ્યો સામે

Last Updated: 10:31 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકા પણ ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાએ ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો પર ભારે હવાઈ હુમલા કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સાથે હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અમેરીકા હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. આ યુદ્ધની પરિસ્થિતિ હવે વધારે ગંભીર બની ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાએ ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો પર મોટી હવાઈ કાર્યવાહી કરી છે. આ ત્રણ પરમાણુ સ્થળોમાં ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાનનો સમાવેશ થાય છે.

iran-2

આ હુમલાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભારે બોમ્બમારો અને વિસ્ફોટના દ્રશ્યો જોવા મળે છે. હાલ વિશ્વના અનેક દેશો આ યુદ્ધને લઈને ચિંતિત છે અને શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. યુદ્ધની આ ઘટનાઓ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

ટ્રમ્પે જણાવ્યું કે આ તમામ હુમલા સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે અને તમામ અમેરિકન ફાઇટર વિમાનો ઈરાનની હવાઈ સીમાને છોડીને સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. ટ્રમ્પે ફોર્ડો પર ખાસ કરીને ભારે બોમ્બમારો થયો હોવાનું પણ જણાવ્યું છે.

app promo5

આ પણ વાંચો : 'કાબુ બહાર જઈ સ્થિતિ', ઈઝરાયેલ ઈરાન જંગમાં અમેરિકાની એન્ટ્રીથી વધ્યું UNનું ટેન્શન, ગુટેરેસે કરી અપીલ

આ અંગે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર માહિતી શેર કરી હતી. તેઓએ જણાવ્યું કે અમેરિકા ના મહાન યોદ્ધાઓએ વિશ્વમાં અનોખું કાર્ય કર્યું છે અને આવી સફળતા બીજી કોઈપણ દેશની સેના હાંસલ કરી શકે તેમ નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ હુમલો અમેરિકાની લશ્કરી શક્તિનું જીવતું ઉદાહરણ છે અને હવે ઈરાને શાંતિનો માર્ગ અપનાવવો જ પડશે. તેમણે ઈરાનને ચેતવણી પણ આપી કે જો હવે ઈરાન શાંતિ નહીં રાખે તો ભવિષ્યમાં વધુ ખતરનાક અને વિનાશક હુમલાઓનો સામનો કરવો પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Iran conflict Donald Trump airstrike America Iran war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ