બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'કાબુ બહાર જઈ સ્થિતિ', ઈઝરાયેલ ઈરાન જંગમાં અમેરિકાની એન્ટ્રીથી વધ્યું UNનું ટેન્શન, ગુટેરેસે કરી અપીલ
Last Updated: 10:27 AM, 22 June 2025
Israel-Iran War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે અમેરિકાએ પણ એન્ટ્રી કરી છે. રવિવારે સવારે, ભારતીય સમય મુજબ, અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન - ને તેના હવાઈ હુમલામાં નિશાન બનાવ્યા. ઇઝરાયલે આ હુમલાઓ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકન કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે 'આ સંઘર્ષ હાથમાંથી બહાર નીકળી જવાનો ભય ઝડપથી વધી રહ્યો છે'.
ADVERTISEMENT
I am gravely alarmed by the use of force by the United States against Iran today. This is a dangerous escalation in a region already on the edge – and a direct threat to international peace and security.
— António Guterres (@antonioguterres) June 22, 2025
There is a growing risk that this conflict could rapidly get out of…
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું,
ADVERTISEMENT
'આજે અમેરિકા દ્વારા ઈરાન સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી વિશે સાંભળીને ખૂબ જ ચિંતામાં છું. આ એ એવા પ્રદેશમાં એક ખતરનાક ઉશ્કેરણીજનક કાર્યવાહી છે જે પહેલાથી જ તણાવની આરે છે અને તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે.'
કાબૂ બહાર જઈ રહ્યો છે સંઘર્ષ
ADVERTISEMENT
તેમણે કહ્યું,
'આ સંઘર્ષ કાબૂ બહાર જવાનો ભય ઝડપથી વધી રહ્યો છે - જે ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ અને સમગ્ર વિશ્વ પર વિનાશક અસર કરી શકે છે. હું બધા સભ્ય દેશોને અપીલ કરું છું કે તેઓ તણાવ ઘટાડે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય નિયમો હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરે.'
ADVERTISEMENT
યુએન પ્રમુખે કહ્યું,
'આ ખૂબ જ સંવેદનશીલ સમયમાં અરાજકતા ટાળવી ખૂબ જ જરૂરી છે. આ સંકટનો કોઈ લશ્કરી ઉકેલ નથી. આગળનો રસ્તો ફક્ત રાજદ્વારી છે અને શાંતિ જ એકમાત્ર આશા છે.'
ADVERTISEMENT

આ પણ વાંચો: 'ઈરાન શાંત રહે નહીંતર'... યુદ્ધમાં ઝુકાવ્યાં બાદ US પ્રેસિડન્ટ ટ્રમ્પની મોટી ધમકી, ઈઝરાયેલને રાહત
ADVERTISEMENT
શાંતિની અપીલ અને ધમકી એક સાથે
રવિવારે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ટ્રમ્પે શાંતિની અપીલ કરી અને ઈરાનને ચેતવણી આપી કે 'હજુ પણ ઘણા ટાર્ગેટ બાકી છે. જો ઈરાન હજુ પણ શાંતિ તરફ આગળ નહીં વધે, તો ભવિષ્યમાં વધુ ભયાનક હુમલા થશે.' ટ્રમ્પે કહ્યું કે 'કાં તો ઈરાનમાં શાંતિ આવશે અથવા વિનાશ થશે.'
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.