બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનની ફરી બેઈજ્જતી, એશિયા કપ પછી મહિલા વર્લ્ડકપમાં પણ 'નો હેન્ડશેક

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ / પાકિસ્તાનની ફરી બેઈજ્જતી, એશિયા કપ પછી મહિલા વર્લ્ડકપમાં પણ 'નો હેન્ડશેક

Published By: Vishal Dave

Last Updated: 04:41 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોસ દરમિયાન ફરી એકવાર હાથ ન મિલાવવાની નીતિનું પાલન કરવામાં આવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યો ન હતો

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ છે. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ પર રમાઇ રહી છે. પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ દરમિયાન ફરી એકવાર હાથ ન મિલાવવાની નીતિનું પાલન કરવામાં આવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યો ન હતો. અગાઉ, ભારતીય પુરુષ ટીમે એશિયા કપ 2025માં આવું કર્યું હતું. ત્યારબાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણેય મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બોર્ડે ખેલાડીઓને પાકિસ્તાન ટીમ સાથે હાથ મિલાવવા માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી. તેમણે કહ્યું, "નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ખેલાડીઓને હાથ મિલાવવા કે ન મિલાવવા માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. અમારું ધ્યાન ફક્ત રમત પર છે."

આ મુદ્દો સૌપ્રથમ પુરુષોના એશિયા કપ દરમિયાન ઉભરી આવ્યો હતો, જ્યારે ભારત અને પાકિસ્તાન ત્રણ વખત એકબીજા સામે આવ્યા હતા. તે સમયે, ભારતીય ટીમે મેચ પહેલા અને પછી હાથ મિલાવવાનું ટાળ્યું હતું. પાકિસ્તાની કોચ માઈક હેસને દાવો કર્યો હતો કે ભારતીય ટીમે સુરક્ષા અને રાજકીય સંવેદનશીલતાને કારણે આવું કર્યું હતું. ભારતીય ટીમે મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરતાં તણાવ વધુ વધ્યો હતો.

આ પણ વાંચોઃ કેપ્ટન પદેથી રોહિત શર્માની હકાલપટ્ટી બાદ મુંબઈ ઈન્ડિયન્સે કર્યું આ એલાન, મોટા મોટા ક્રિકેટરો હેરાન

ભારત સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે રમતગમતના સંબંધો ICC અથવા તટસ્થ સ્થળોએ યોજાનારી ટુર્નામેન્ટ સુધી મર્યાદિત રહેશે. બંને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી 2012-13માં રમાઈ હતી. પાકિસ્તાનની ટીમ મહિલા વર્લ્ડ કપ માટે કોલંબોમાં રહી રહી છે, જ્યારે ભારતની મેચ ગુવાહાટી અને કોલંબોમાં રમાઈ રહી છે. ભારતે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને 59 રને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર, નલ્લાપુરેડ્ડી ચરાણી, ક્રાંતિ ગૌડ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: મુનીબા અલી, સદાફ શમાસ, સિદ્રા અમીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), ફાતિમા સના (કેપ્ટન), નતાલિયા પરવેઝ, ડાયના બેગ, સાદિયા ઈકબાલ, નશરા સંધુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

womens world cup India-Pakistan women match India vs pakistan

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ