ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / women gave birth to children through surrogacy

ભારે કરી / આ અબજોપતિ મહિલાએ એક વર્ષમાં 22 બાળકોને આપ્યો જન્મ, એક અઠવાડીયામાં ડાયપરનો ખર્ચો આવે છે 4 લાખ રૂપિયા

Published By: Pravin

Last Updated: 06:43 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની રહેવાસી એક અબજોપતિ પત્નીએ 1 વર્ષમાં સરોગેસીની મદદથી 22 બાળકોને જન્મ આપ્યો છે. તેની ઈચ્છા તો 105 બાળકોને જન્મ આપવાની છે.

ADVERTISEMENT

  • રશિયાની અબજોપતિ મહિલાએ એક વર્ષમાં 22 બાળકોને સરોગેસીથી જન્મ આપ્યો
  • 105 બાળકોને જન્મ આપવાની ઈચ્છા હતી
  • બાળકો પાછળ ખર્ચે છે અઢળક ખર્ચા

વિશ્વભરમાં સરોગેસીથી બાળકો પૈદા કરવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે. હાલમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ માતા-પિતા બન્યા છે. આ કંઈ પહેલી વાર નથી જ્યારે કોઈ કપલે સરોગેસીથી બાળકો પૈદા કર્યા હોય. પણ હાલમાં આ ટેકનિકનો ઉપયોગ જરૂરથી વધ્યો છે. રશિયાની રહેવાસી એક અબજોપતિ પત્નીએ 1 વર્ષમાં સરોગેસીની મદદથી 22 બાળકોને જન્મ આપ્યો છે. મહિલાના ઈંસ્ટાગ્રામ બાયો પરથી જાણવા મળે છે કે, આ મહિલા 105 બાળકોને જન્મ આપવા માગતી હતી.

 

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કપલે આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ ગત વર્ષે પ્રકાશિત કર્યો હતો. આ અબજોપતિ કપલ રશિયાની રાજધાની મોસ્કોમાં રહે છે. કપલમાં મહિલાનું નામ ક્રિસ્ટિના ઓજતુર્ક છે અને તે 24 વર્ષની છે. જ્યારે તેના પતિનું નામ ગલિપ ઓજતુર્ક છે. જેની ઉંમર 57 વર્ષ છે. ઓજતુર્ક વ્યવસાયે એક હોટલ વેપારી છે. કપલે ફક્ત એક વર્ષની અંદર જ 21 સરોગેટ બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં તેમણે વધું એક બાળકને જન્મ આપ્યો છે. તેથી કુલ મળીને હવે 22 બાળકોના માતા-પિતા બની ગયા છે.

 

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કપલે માર્ચ 2020થી લઈને જૂલાઈ 2021ની વચ્ચે લગભગ 1 કરોડ 43 લાખ રૂપિયા સરોગેસી પાછળ ખર્ચ કર્યા છે. કપલનું પ્રથમ બાળક 10 માર્ચ 2020ના રોજ જન્મ્યું હતું. અન્ય ખર્ચાની વાત કરીએ તો, સરોગેસી પર કરોડ ખર્ચા બાદ કપલે બાળકોની દેખરેખ માટે આયા પર લગભગ 68 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. સાથે જ કપલે પોતાના બાળકો પર અઠવાડીયામાં 4 લાખ રૂપિયા તો ફક્ત ડાયપર અને અન્ય બીજી જરૂરિયાત પર ખર્ચ કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Surrogacy Surrogacy Process surrogacy father ગુજરાતી ન્યૂઝ women gave birth to children through surrogacy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ