બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / woman kept reading hanuman chalisa on operation table delhi aiims doctors did successful brain surgery by awake craniotomy
Last Updated: 03:41 PM, 23 July 2021
ADVERTISEMENT
સર્જરી દરમિયાન મહિલાએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા વીડિયો થયો વાયરલ
દિલ્હીમાં સ્થિતિ એમ્સમાં ન્યૂરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક મહિલાને સંપૂર્ણ બેભાન કર્યા વગર બ્રેઈન ટ્યૂમરની સફળ સર્જરી કરવામાં આવી. સર્જરી દરમિયાન મહિલા હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી.
ADVERTISEMENT

ADVERTISEMENT
એમ્સના ન્યૂરો એનેસ્થેટિક ટીમે દર્દીને બેભાન કર્યા વગર બ્રેઈન સર્જરી કરી
બ્રેઈનની સર્જરી દર્દી અને ડોક્ટર બન્ને માટે કપરી સ્થિતિ માનવામાં આવે છે. આવી કોઈ સર્જરી દરમિયાન દર્દીને કોઈ સમસ્યા ન થાય અને તેમને સર્જરીની ખબર પણ ન પડે એ રીતે ડોક્ટર દ્વારા ઘણી સતર્કતા વર્તવામાં આવે છે. પરંતુ હવે દિલ્હી એમ્સના ન્યૂરો એનેસ્થેટિક ટીમ દ્વારા દર્દીને બેભાન કર્યા વગર બ્રેઈન સર્જરી કરવાની કમાલ કરવામાં આવી છે. સર્જરી દરમિયાન મહિલા દર્દી ન ફક્ત ભાનમાં હતી બલ્કે તે પુરા ઓપરેશન ટેબલ પર હનુંમાન ચાલીસાના પાઠ કરતી રહી.
ADVERTISEMENT
મહિલાને માથામાં ડાબી બાજુ મોટું બ્રેઈન ટ્યૂમર હતુ
જાણકારી અનુસાર ગુરુવારે એમ્સમાં બે વેક ક્રોનિયોટોમી કરવામાં આવી. જેમાંથી એકની ઉંમર 24 વર્ષની સ્કુલ ટીચર હતી. જેના માથામાં ડાબી બાજુ મોટું બ્રેઈન ટ્યૂમર હતુ. ડોક્ટરે જ્યારે ટ્યૂમર કાઢી રહ્યા હતા. ત્યારે તે હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી. ઓપરેશન થિયેટરમાં હાજર કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો હતો. સર્જરી બાદ તેઓએ પોતાના વાળમાં શેમ્પુ કર્યુ અને કોઈ પણ અફસોસ, ડર કે દુઃખી થયા વગર હસ્તા મોઢે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે યોગ્ય એનેસ્થેસિયાના સુપર વિઝને અને મદદરુપ સાથનોએ ડોક્ટરોનું કામ થોડું સરળ બનાવ્યું હતુ. 2002થી ન્યૂરો સર્જરી વિભાગ દ્વારા જાગૃત ક્રૌનિયોટોમી કરવામાં આવી છે. સર્જરી દરમિયાન દર્દીના આરામ પર ઘણું બધુ નિર્ભર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.