ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / woman got the man arrested who molested her

મુંબઈ / ટેક્સીમાં ગંદુ કામ કરનાર નરાધમ ત્રણ મહિના પછી અચાનક મળી ગયો, પછી મહિલાએ શું કર્યું જુઓ

Published By: Jaydeep Shah

Last Updated: 12:35 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 વર્ષની એક મહિલાએ તેની જાન્યુઆરીમાં ટ્રેનની ટિકિટ ખરીદવા મદદ કરવાને બહાને છેડતી કરનાર એક 52 વર્ષનાં પુરુષને ગુરુવારે અરેસ્ટ કરાવ્યો છે.જાણો વિગતવાર

ADVERTISEMENT

  • ટિકિટ ખરીદવા માટે મદદનાં બહાને યુવતીની છેડતી કરાઈ હતી 
  • 3 મહિના બાદ યુવતીએ આરોપીને ઓળખીને પોલીસને હવાલે કર્યો 
  • મુંબઈની ઘટના  

ટિકિટ ખરીદવા માટે મદદનાં બહાને યુવતીની છેડતી કરાઈ હતી

મુંબઈમાં  21 વર્ષની એક મહિલાએ તેની જાન્યુઆરીમાં ટ્રેનની ટિકિટ ખરીદવા મદદ કરવાને બહાની તેની છેડતી કરનાર એક 52 વર્ષનાં પુરુષને ગુરુવારે અરેસ્ટ કરાવ્યો છે. તે તેને રેલવે ટિકિટ કાઉન્ટર પાસે મળ્યો હતો. 

છેડતીની ઘટના 14 જાન્યુઆરીના રોજ બપોરે 12.30 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી. મહિલા ટ્રેનનું રિઝર્વેશન કરાવવા સ્ટેશન પર આવી હતી. તે બુકિંગ સેન્ટર પર આરોપીને મળી, જેણે તેને ખાતરી આપી કે ટિકિટની ઉપલબ્ધતા ન હોવા છતાં તે તેણીને ટિકિટ મેળવી શકે છે.

3 મહિના બાદ યુવતીએ આરોપીને ઓળખીને પોલીસને હવાલે કર્યો 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી તેને ટિકિટ બુક કરાવવાના બહાને ટેક્સીમાં લઈ ગયો અને વાહનમાં તેની સાથે કથિત રીતે છેડતી કરી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું જેથી ટેક્સી ડ્રાઈવરે વાહન રોક્યું. પછી આરોપી નીચે ઉતર્યો અને ભાગી ગયો. 

પરંતુ ગુરુવારે 21 વર્ષની આ પીડિતાએ બુકિંગ સેન્ટર પર આરોપીને ઓળખી લીધો અને પોતાના પતિને આ વિષે સાવચેત કર્યા. તેમના પતિએ આરોપીને પકડી પાડ્યો અને પોલીસને હવાલે કર્યો. 

સેક્શન 354 હેઠળ અરેસ્ટ કરાયો આરોપી 

એક ઓફીસરેં કહ્યું કે તે આરોપી સેક્શન 354 હેઠળ અરેસ્ટ કરાયો છે અને કોર્ટમાં આગળ કાર્યવાહી પણ થશે. તેઓ અત્યારે તેના પહેલાનાં ક્રિમીનલ રેકોર્ડ વિષે તપાસ કરી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Crime Gujarati News India Mumbai મુંબઈ Mumbai

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ