બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Woman Gives Birth Quintuplets Jaipur hospital Rajasthan

ચોંકાવનાર / જયપુરમાં મહિલાએ એકસાથે એક-બે-ત્રણ નહીં પરંતુ આટલા બાળકોને આપ્યો જન્મ અને...

Published By: Hiren

Last Updated: 10:02 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનની રાજધાની જયપુરના જનાના હોસ્પિટલમાં 25 વર્ષની મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો છે. સાંગાનેરની રહેવાસી રૂખસાનાની આ ત્રીજી ડિલીવરી હતી, જેમાં 3 દીકરા અને 3 દીકરીઓ જન્મી.

જેમાં એક દીકરાનું મોત થઇ ગયું છે. બાકીના 4 બાળકોને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ત્યારે સાતમાં મહિનામાં એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાઓને પણ ICUમાં રાખવામાં આવ્યા છે.

પ્રીમેચ્યોર ડિલીવરી

જનાના હોસ્પિટલના અધીક્ષક ડૉ. રાજોરિયાએ જણાવ્યું કે, રૂખસાનાની પહેલા બે ડિલીવરી ખરાબ થઇ ગઇ હતી અને ત્રીજી વખત જ્યારે અમે સોનોગ્રાફી કરી, તો જાણ થઇ હતી કે તેમના પેટમાં 5 બાળકો છે. આ અમારા માટે પડકારરૂપ કામ હતું, કારણ કે 5 બાળકો એક સાથે હોવાના કારણે યૂટ્રસ પર ભાર વધી ગયો અને 9 મહિનાના બદલે સાત મહિનામાં પ્રીમેચ્યોર ડિલીવરી થઇ ગઇ.

એક બાળક મૃત પેદા થયો

સામાન્યરીતે જન્મ લેનારા બાળકોનું વજન 2.50થી 3.50 કિલો સુધી હોય છે. પરંતુ આ બાળકોનું વજન એકથી દોઢ કિલોની વચ્ચે છે. જોકે તેમને આઇસીયૂમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે, એક બાળકમાંના પેટમાંથી જ મૃત પેદા થયું હતું. બાકીના ચારની હાલત સામાન્ય જણાવાય રહી છે.

ડિલિવરી સામાન્ય થઇ

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, રૂખસાનાની ડિલિવરી સામાન્ય થઇ છે. તેવામાં 5 બાળકોના જન્મ સાથે યૂટ્રસનું સંકોચાવું ઓછું થઇ ગયું હતું, જેના કારણે રક્તસ્ત્રાવ વધી ગયો હતો. જોકે ડૉક્ટરે સફળતાપૂર્વક પરિસ્થિતિને સંભાળી લીધી છે.

આ પહેલા ગુજરાતમાં 11 બાળકો જન્મયા

ડૉક્ટરોએ જણાવ્યું કે, સામાન્યરીતે દવાઓ લેવાના કારણે બેથી વધુ બાળકો થઇ જાય છે, પરંતુ આમ કુદરતનો ખેલ જ કહી શકાય છે. આ પહેલા ગુજરાતમાં એકમાંના પેટથી 11 બાળકો જન્મયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Jaipur hospital Rajasthan Woman ડિલિવરી રાજસ્થાન Shocking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ