ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું નોકરી બદલવા પર તમારું PF એકાઉન્ટ બંધ થઇ જશે? આ રીતે કરો ક્લેમ

તમારા કામનું / શું નોકરી બદલવા પર તમારું PF એકાઉન્ટ બંધ થઇ જશે? આ રીતે કરો ક્લેમ

Published By: Nirav Kumar

Last Updated: 12:01 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નોકરી કરી રહ્યા હોવ તો પગારમાંથી PFના પૈસા કપાતા હોય છે. એવામાં જો તમે નોકરી બદલી દો છો કે પછી નોકરી છોડી દો છો તો તમારૂ PFનું એકાઉન્ટ બંધ કે નિષ્ક્રિય ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

ADVERTISEMENT

કર્મચારી ભવિષ્ય નિધિ (PF)માં એકાઉન્ટ હોય તો તેના પૈસા ભવિષ્યમાં કામમાં આવે છે. ઘણીવાર કર્મચારીએ તેમાં રોકેલા પૈસા નોકરી બદલ્યા બાદ કે છોડ્યા બાદ તેમના PF એકાઉન્ટને ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે. આ ભૂલ ભવિષ્યમાં મોટું નુકસાન કરી શકે છે. જો ટ્રાન્સફર સમયસર ન કરવામાં આવે તો તમારું PF એકાઉન્ટ બ્લોક કે નિષ્ક્રિય પણ થઇ શકે છે.  ચાલો તેના સંબંધિત નિયમો જાણવાનો પ્રયાસ કરીએ.

  • ટ્રાન્ઝેક્શન કરવા
    જો તમે તાજેતરમાં તમારી નોકરી છોડી હોય અને તમારા PF ખાતામાં પૈસા જમા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સરકાર દર વર્ષે તમારા PF એકાઉન્ટ પર વ્યાજ આપે છે. જો તમારી ઉંમર 55 વર્ષ કે તેથી વધુ હોય અને તમારી નોકરી છોડ્યા બાદ ત્રણ વર્ષ સુધી તમારા એકાઉન્ટમાં કોઈ નવું યોગદાન ન આવ્યું હોય તો તમારું PF એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે. એવામાં એકાઉન્ટ પર વ્યાજ મળવાનું બંધ થઈ જશે. આથી એકાઉન્ટને સક્રિય રાખવા માટે નોકરી છોડ્યાના ત્રણ વર્ષમાં અમુક ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ જેમ કે નાની રકમ ઉપાડવી જેવા ઓપ્શનનો સમાવેશ થાય છે.
vtv app promotion
  • સિનિયર સીટીઝન્સ વેલફેર ફંડમાં ટ્રાન્સફર
    જો તમારું PF એકાઉન્ટ નિષ્ક્રિય થઈ ગયું હોય તો સરકારી નિયમો મુજબ તેમાં વ્યાજ મળશે નહીં. અમુક સમયગાળા બાદ આ રકમ સિનિયર સીટીઝન્સ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. EPF અને MP અધિનિયમ 1925ની કલમ 17 હેઠળ આવરી લેવામાં આવતા ટ્રસ્ટો પણ તેના હેઠળ આવે છે અને તેમની રકમ પણ તે ફંડમાં મોકલવાની હોય છે.
  • 25 વર્ષ સુધી ક્લેમ કરી શકાય
    તમારા પૈસા સિનિયર સીટીઝન્સ વેલફેર ફંડમાં ટ્રાન્સફર થયા બાદ પણ તમારી પાસે તે પરત મેળવવાનો મોકો હોય છે. જેમાં તમારા PF એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાયેલ પૈસા 25 વર્ષ સુધી વગર ક્લેમે ત્યાં રહે છે. આ સમયગાળા દરમિયાન તમે ક્લેમ કરી શકો છો અને તે રકમ ઉપાડી શકો છો. જો તમે 55 વર્ષની ઉંમરે નિવૃત્ત થાઓ છો તો એકાઉન્ટ નિષ્ક્રિય ન થાય તેનો પ્રયાસ કરો અને શક્ય તેટલી વહેલી તકે બધું બેલેન્સ ઉપાડી લો.

વધુ વાંચો : શું જૉબ છૂટતા જ PFના રૂપિયા ઉપાડી શકશો? જાણો દરેક સવાલના જવાબ એક ક્લિકમાં

  • ક્લેમ આ રીતે કરવો
    જો તમારું PF એકાઉન્ટ બંધ કે નિષ્ક્રિય થઈ ગયું હોય તો ક્લેમ નિપટાવવો જરૂરી છે. તમારો ક્લેમ તમારા એમ્પ્લોયર દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. જો તમારી કંપની બંધ થઈ ગઈ હોય તો તમે તેને બેંક KYC ડોક્યુમેન્ટ દ્વારા વેરીફાઈ કરાવી શકો છો. જેમાં તમારા PAN કાર્ડ, મતદાર ID, પાસપોર્ટ, રેશન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. ત્યાર બાદ આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર કે બીજા અધિકારી રકમને વેરીફાઈ કરે છે અને ટ્રાન્સફર કે પેમેન્ટને મંજૂરી આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PF Account PF Money PF Account Inactive

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ