ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:22 PM, 7 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
આ બહુરત્ન વસુંધરામાં લાખો વર્ષ અગાઉ અનેક મોટા ગજાના શક્તિશાળી પ્રાણીઓ વસતા હતા. જો કે સમય જતા આવા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે. જેમાં ડાયનાસોર સહિતના અનેક મહાકાય પ્રાણીઓનો સમાવેશ થાય છે. ડાયનાસોરની ઊંચાઈ આશ્ચર્યજનક હતી. તેવા જ મહાકાય પ્રાણીઓમાં મેગાલોડોનનો પણ સમાવેશ થાય છે. જોકે હવે તે લુપ્ત થઈ ગયું છે. પરંતુ એક વ્યક્તિના દાવા અનુસાર લુપ્ત થતું આ મેગાલોડોન નામનું ભયંકર પ્રાણી ફરીથી પૃથ્વી પર આવી રહ્યું છે જેને લઇને લોકોને આંચકો લાગ્યો છે. એટલું જ નહીં મેગાલોડોન નામના આ ભયંકર જીવ ઓગસ્ટ મહિનામાં જ મારિયાના ટ્રેન્ચ પાસે દેખાશે તેઓ દાવો પણ કરી દીધો છે.
15 મિલિયન વર્ષ અગાઉ લુપ્ત થયુ આ પ્રાણી
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં @darknesstimetravel નામનું આઈડી ચલાવતો આ વ્યક્તિ પોતે ટાઈમ ટ્રાવેલર હોવાનો અને તે ભવિષ્યમાંથી પરત ફર્યો હોવાનો અજીબો ગરીબ દાવો કરવામાં આવ્યો છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ આ વ્યક્તિ અવારનવાર વિચિત્ર દવા કરતો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે મેગાલોડોન નામના આ ભયંકર પ્રાણી 15 મિલિયન વર્ષ અગાઉ લુપ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જે શાર્કની એક પ્રજાતિ ગણાય છે. અને તેઓનું હાથી કરતા પણ આઠ ગણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
19 ઓગસ્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોટી ભૂલ કરવામાં આવશે
ADVERTISEMENT
વ્યક્તિએ એવો પણ અજીબો ગરીબ દાવો કર્યો છે કે તેને 800 વર્ષ અગાઉ એટલે કે બે 2858 પછીની દુનિયા પણ જોઈ લીધી છે અને તેના આધારે તે ભવિષ્ય વાણી કરી રહ્યો છે સાથે તેઓએ એવું પણ કહ્યું કે 19 ઓગસ્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોટી ભૂલ કરવામાં આવશે જેને લઈને અન્ય દુનિયાના દરવાજા ખુલી શકે છે. વધુમાં 26 ઓગસ્ટ જ લાખો વર્ષ અગાઉ લૂપ્ત થયેલ જીવ જોવા મળશે. વધુમાં પૃથ્વી પર એવા પણ જીવો દેખાશે જે લુપ્ત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ