બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પત્નીએ 2 બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી, ધડ, હાથ-પગ કાપીને નાળામાં ફેંક્યાં

ચકચાર / પત્નીએ 2 બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી, ધડ, હાથ-પગ કાપીને નાળામાં ફેંક્યાં

Published By: Mit Soni

Last Updated: 06:11 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાંથી ફરી હચમચાવતી ઘટના સામે આવી છે. પત્નીએ 2 બોયફ્રેન્ડ સાથે મળીને પતિને ઊંઘમાં જ પતાવી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે માથું, ધડ, હાથ-પગ કાપીને નાળામાં ફેંકી દીધા હતા, અને પત્નીએ પોતેન પતી ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આવો જાણીએ શું છે આખો મામલો.

Wife kills husband with the help of lover : યુપીના સંભલમાં મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ હત્યાકાંડ જેવી ઘટના બની છે. અહીં પત્નીએ બે બોયફ્રેન્ડ સાથે મળીને સૂતી વખતે વેપારી પતિની હથિયાર વડે હત્યા કરી દીધી. ત્યારબાદ માથું, ધડ અને બંને હાથ અલગ કરી દીધા. ઘરથી 800 મીટર દૂર પોલીથીનમાં ધડ અને એક હાથ ભરીને નાળા પાસે ફેંકી દીધા. ફસાઈ જવાના ડરથી પત્નીએ 6 દિવસ પછી પતિની ગુમ થવાની ફરિયાદ ચંદૌસી પોલીસમાં નોંધાવી.

27 દિવસ પછી તે જ નાળા પાસે તેનો સડેલો-ગળેલો મૃતદેહ મળ્યો. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતદેહના કપાયેલા હાથ પર ‘રાહુલ’નું ટેટૂ મળ્યું, જેના આધારે યુવકની ઓળખ થઈ શકી. પોલીસે પત્નીની પૂછપરછ કરી. ઘરે પહોંચીને તપાસ કરી તો લોખંડના સળિયા, પાટિયા અને હીટર પર લોહીના સૂકાઈ ગયેલા ડાઘ મળી આવ્યા હતા.

પહેલા તો પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પડોશીઓની પૂછપરછમાં મહિલાના અફેરની જાણકારી મળી આવી હતી. આ જ વાત તેની 10 વર્ષની દીકરીએ પણ જણાવી. ત્યારબાદ પોલીસે પત્ની રૂબી અને તેના બંને બોયફ્રેન્ડ ગૌરવ અને અભિષેકને કસ્ટડીમાં લીધા.

સઘન પૂછપરછ કરતાં ત્રણેયે ગુનો કબૂલી લીધો. જોકે, શરીરના બાકીના અંગો હજુ સુધી મળ્યા નથી. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી 20 કિલોમીટર દૂર ચંદૌસી વિસ્તારની છે.

ભયાનક હત્યાની સંપૂર્ણ કહાણી 4 મુદ્દામાં વાંચો

  • ટેટૂથી ઓળખ થઈ

સડી ગયેલો મૃતદેહ મળ્યો, ટેટૂથી ઓળખ થઈ રજપુરા પોલીસ સ્ટેશનના ગંવાનો રહેવાસી રાહુલ જૂતાનો વેપાર કરતો હતો. તેના લગ્ન 15 વર્ષ પહેલા ચંદૌસીના ચુન્ની મહોલ્લાની રહેવાસી રૂબી સાથે થયા હતા. બંનેને 12 વર્ષનો દીકરો અને 10 વર્ષની દીકરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 15 ડિસેમ્બરની સવારે લગભગ 9 વાગ્યે પતરૌઆ રોડ પર આવેલી ઈદગાહ પાસેના નાળામાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો, જેને કૂતરાઓ ફાડી રહ્યા હતા.

માહિતી મળતા જ સીઓ મનોજ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતદેહ ખૂબ જ સડી ગયેલી હાલતમાં હતો. પહેલા મૃતદેહને ઓળખ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ આવ્યું નહીં. પાંચ દિવસ પછી એટલે કે 20 ડિસેમ્બરે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આ દરમિયાન કપાયેલા હાથ પર ‘રાહુલ’ નામ કોતરેલું મળ્યું.

  • તપાસ કરતા પત્નીના અફેર વિશે જાણકારી મળી

તપાસ કરતા પત્નીના અફેર વિશે જાણવા મળ્યું મૃતદેહની ઓળખ 40 વર્ષીય રાહુલ તરીકે થઈ. તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ 18 નવેમ્બરથી ગુમ હતો. 24 નવેમ્બરે પત્ની રૂબીએ કોતવાલી ચંદૌસીમાં તેની ગુમ થયાની નોંધાવી હતી. પોલીસે ગામ અને પરિવારજનોની પૂછપરછ કરી. પૂછપરછમાં મહિલાના અફેરની માહિતી સામે આવી. 21 ડિસેમ્બરે પોલીસ ઘરે તપાસ કરવા પહોંચી તો લોખંડનો પાઈપ અને ઇલેક્ટ્રિક હીટર પર લોહીના ડાઘા મળ્યા. ફોરેન્સિક ટીમે તેમને કબજે કરીને લેબમાં મોકલ્યા.

vtv app promotion
  • મહિલાએ બોયફ્રેન્ડના નામ જણાવી દીધા

કડક પૂછપરછ કરતા મહિલા ભાંગી પડી પોલીસનો શક વધુ ઘેરો બન્યો. પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી તો તેણે બંને બોયફ્રેન્ડના નામ જણાવી દીધા. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા. ત્રણેયની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી, પરંતુ બધાના નિવેદનો અલગ હતા. પછી ત્રણેયને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી તો તેમણે ગુનો કબૂલ કરી લીધો.

વધુ વાંચો: 7 વર્ષીય દીકરીની દીક્ષા મામલે સુરતની ફેમિલી કોર્ટનો મોટો આદેશ, પિતાએ કરી હતી ફરિયાદ

  • પત્નીએ કબૂલ્યું સૂઈ રહેલા પતિની હત્યા કરી

પોલીસ સૂત્રો અનુસાર, મહિલાએ પૂછપરછમાં જણાવ્યું છે કે 18 નવેમ્બરની રાત્રે તેણે તેના બંને પ્રેમીઓને ઘરે બોલાવીને સૂતેલા પતિની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે મૃતદેહના ટુકડા કરીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પકડાઈ જવાના ડરથી તેણે 24 નવેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sambhal Murder Case Chandausi Murder Mystery UP Crime News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ