ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 7 વર્ષીય દીકરીની દીક્ષા મામલે સુરતની ફેમિલી કોર્ટનો મોટો આદેશ, પિતાએ કરી હતી ફરિયાદ

સુરત / 7 વર્ષીય દીકરીની દીક્ષા મામલે સુરતની ફેમિલી કોર્ટનો મોટો આદેશ, પિતાએ કરી હતી ફરિયાદ

Published By: Priykant Shrimali

Last Updated: 01:02 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Family Court : 7 વર્ષની બાળકીને દીક્ષા આપવા મુદ્દે ફેમિલી કોર્ટનો મહત્વનો નિર્ણય, ફેમિલી કોર્ટે બાળકીની દીક્ષા પર લગાવી રોક

ADVERTISEMENT

Surat Family Court : સુરત ફેમિલી કોર્ટએ 7 વર્ષની બાળકીની દીક્ષા મામલે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, કોર્ટની પરવાનગી વગર બાળકીને દીક્ષા આપી શકાશે નહીં. જો આ આદેશનું ઉલ્લંઘન થશે, તો દીક્ષા અપાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

સુરત શહેરમાં રહેતા એક પિતા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી અરજી બાદ આ મામલો સામે આવ્યો છે. પિતાનો આરોપ છે કે, તેમની પત્ની તેમની સંમતિ વિના નાની દીકરીને દીક્ષા આપવા અડગ છે. પિતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 7 વર્ષની ઉંમરે બાળકીને આ પ્રકારનો મોટો નિર્ણય લેવડાવવો યોગ્ય નથી.

આ તરફ બાળકીની માતાએ દીકરીને લઈને છેલ્લા છ મહિનાથી પતિથી અલગ રહેવાનું શરૂ કર્યું છે. તેણીએ દીકરીને 8 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો હતો. આ મહોત્સવમાં કુલ 63 બાળકોને દીક્ષા આપવાની યોજના હતી. પિતાને જ્યારે આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે દીકરીની દીક્ષા અટકાવવા સુરત ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી. કોર્ટએ આ મામલે ગંભીરતા દાખવી અને હાલ દીક્ષા પર રોક લગાવી છે. સાથે જ બાળકીના પિતાને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ તરફ દીકરીના પિતાએ મીડિયાને જણાવ્યું કે, “જો મારી પત્ની સમજદારી દાખવતી, તો આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો જ ન હોત. અમે દીકરી મોટી થાય પછી જો તે પોતાની ઇચ્છાથી દીક્ષા લેવા માગે, તો તૈયાર છીએ. પરંતુ 7 વર્ષની ઉંમરે એવો નિર્ણય લેવડાવવો યોગ્ય નથી.” તેમણે વધુમાં કહ્યું કે વેકેશન દરમિયાન તેમની પત્નીએ દીકરીને ધાર્મિક ગુરુ પાસે રાખવા મોકલી દીધી હતી અને ત્યારબાદ પિયર જતી રહી. તેણીએ સ્પષ્ટ શરત મૂકી હતી કે, દીકરીની દીક્ષા માટે હા પાડીએ તો જ તે ઘરે પાછી આવશે. પિતાનો આરોપ છે કે દીકરી પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : 'રશિયા જઇ રહેલા છોકરાઓને સલાહ આપે છે કે...', જુઓ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવકના માતાએ શું કહ્યું

કોર્ટનો સ્પષ્ટ સંદેશ

ફેમિલી કોર્ટએ આ મામલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, બાળકના જીવન સંબંધિત મોટા નિર્ણયો બંને માતા-પિતાની સંમતિ અને કોર્ટની મંજૂરી વગર લઈ શકાતા નથી. હાલ કોર્ટની મંજૂરી મળ્યા વગર બાળકીની દીક્ષા નહીં થઈ શકે. કોર્ટે બાળકીના પિતા પાસે એફિડેવિટ રજૂ કરાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

girl initiation family court Surat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ