બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:52 PM, 27 March 2026
છેલ્લા 24 કલાકમાં 'Something Very Bad Is Going To Happen' નામનું વાક્ય અચાનક ગુગલ પર ઝડપથી ટ્રેન્ડ થવા લાગ્યું. આ ભયાનક અને હૃદય ધ્રુજાવી દેનાર વાક્યએ લોકોને ચોંકાવી દીધા, જેના કારણે ઘણા લોકો તેને કોઈ મોટા ભય સાથે જોડી રહ્યા હતા. જોકે, વાસ્તવિકતા આ વાક્ય જેટલું ભયાનક લાગે છે તેટલું ખતરનાક નથી. હકીકતમાં, તેની પાછળ એક એન્ટરટેનમેન્ટ સંબંધિત કારણ છે - જેણે સમગ્ર ઇન્ટરનેટ પર ખૂબ જ હલચલ મચાવી દીધી છે.
ADVERTISEMENT
શું આ કોઇ ખતરાનો સંકેત છે કે ફક્ત એક શો?
હકીકતમાં, 'Something Very Bad Is Going To Happen' એ 26 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક નવી હોરર-ડ્રામા સીરિઝનું નામ છે. તેના ડરામણા ટાઇટલ વિશ્વભરના લોકોની ઉત્સુકતા જગાવી, જેના કારણે તેઓ ગૂગલ પર તેને સર્ચ કરવા લાગ્યા છે. આ જ કારણ છે કે આ વાક્ય અચાનક ટ્રેન્ડ થવા લાગ્યું અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ લોકોમાં આ શોને લઇ વધી રહી છે ઉત્સુક્તા?
આ સીરિઝની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ ડફર બ્રધર્સ - એટલે કે મેટ અને રોસ ડફર - ફેમસ સીરિઝ સ્ટ્રેન્જર થિંગ્સના ક્રિએટર છે. આ નવા પ્રોજેક્ટમાં તેમની જોડાણ ચાહકોમાં ભારે એક્સાઇટમેન્ટ પેદા કરી રહ્યું છે. આ ઉપરાંત શોનું રહસ્યમય અને ડરામણુ ટાઇટલ પણ લોકોને પોતાની તરફ ખેંચી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આવી ગઇ તારીખ! આ દિવસે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ Bhooth Banglaનું ટ્રેલર
શું છે આ હોરર ડ્રામાની કહાની ?
ADVERTISEMENT
આ સીરિઝ એક કપલ, રશેલ અને નિકીની આસપાસ ફરે છે, જેઓ તેમના લગ્ન પહેલાના દિવસો સાથે વિતાવવા માટે નિકીના વતન જાય છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે, પરંતુ ટૂંક સમયમાં વિચિત્ર અને ભયાનક ઘટનાઓ બનવા લાગે છે. એક સરળ કૌટુંબિક મેળાવડો ધીમે ધીમે ભયાનક વળાંક લે છે, જ્યાં એક અજાણી અને રહસ્યમય શક્તિની હાજરી અનુભવે છે.
ADVERTISEMENT
આ સીરિઝમાં કુલ 8એપિસોડ છે, જે બધા એક સાથે રિલીઝ થયા છે. દરેક એપિસોડમાં સસ્પેન્સ અને હોરરના સ્તર ધીમે ધીમે તીવ્ર બને છે, જે દર્શકોને વ્યસ્ત રાખે છે. વાર્તા એવી રીતે વણાયેલી છે કે દરેક વળાંક પર એક નવું રહસ્ય સામે આવે છે, જે ખાતરી કરે છે કે દર્શકો અંત સુધી જકડેલા રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.