બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:49 AM, 27 March 2026
અક્ષય કુમાર હાલમાં તેની હોરર કોમેડી "ભૂત બંગલા" માટે સમાચારમાં છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી તેની ઘણી ચર્ચા ચાલી રહી છે. મચ અવેઈટેડ ફિલ્મ "ભૂત બંગલા" નું ટીઝર ગયા મહિને રિલીઝ થયું હતું અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ચાહકોને 19 વર્ષ જૂની "ભૂલ ભુલૈયા" ની યાદ આવી ગઈ, કારણ કે આ હોરર કોમેડીમાં અક્ષય કુમાર, રાજપાલ યાદવ અને પરેશ રાવલની એ જ જૂની ત્રિપુટી હતી. ટીઝર જોયા પછી ચાહકો ટ્રેલર જોવા માટે ઉત્સાહિત છે પરંતુ હવે રાહ જોવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે "ભૂત બંગલા" ની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે.
ADVERTISEMENT
"ધુરંધર ધ રીવેન્જ" એ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી છે હવે બધાની નજર અક્ષય કુમારની "ભૂત બંગલા" પર છે. તેનું ટીઝર 12 માર્ચે રિલીઝ થયું હતું જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ચાહકો ત્યારથી જ ફિલ્મના ટ્રેલર માટે ઉત્સુક હતા અને તેમની રાહ હવે પૂરી થવાની છે. નિર્માતાઓ માર્ચના અંત પહેલા "ભૂત બંગ્લા" ટ્રેલર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ADVERTISEMENT
નિર્માતાઓ સોમવાર 30 માર્ચે "ભૂત બંગલા" ટ્રેલર લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. નિર્માતાઓને લાગે છે કે રિલીઝના બે અઠવાડિયા કરતાં ઓછા સમય પહેલાં પ્રોમો લોન્ચ કરવો યોગ્ય રહેશે. ટીઝરમાં ફિલ્મની દુનિયા અને પાત્રોનો પરિચય આપવામાં આવ્યો છે. ટ્રેલર વાર્તા વિશે વધુ જણાવશે. જોકે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભૂત બંગલા 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 3 વર્ષ પહેલા આવેલી ફિલ્મ કાનૂની વિવાદમાં અટવાઇ! વધી અજય દેવગણની મુશ્કેલી
ADVERTISEMENT
"ભૂત બાંગ્લા" અક્ષય કુમારને 16 વર્ષ પછી વખાણાયેલા દિગ્દર્શક પ્રિયદર્શન સાથે ફરીથી જોડે છે. અક્ષય ઉપરાંત ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, તબ્બુ, વામિકા ગબ્બી, જીશુ સેનગુપ્તા, મનોજ જોશી, મિથિલા પાલકર, રાજેશ શર્મા અને સ્વર્ગસ્થ અસરાની પણ છે. આ હોરર કોમેડી અક્ષય કુમારની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને શોભા કપૂર-એકતા આર. કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડે મળીને પ્રોડ્યુસ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.