ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / why mobile sim cards have unique cut shape amazing fact about sim

ગજબ / શું તમે જાણો છો મોબાઇલના સિમકાર્ડને ખૂણેથી કટિંગ કરવા પાછળનું રહસ્ય?, કારણ એવું કે જે સપનેય નહીં વિચાર્યું હોય

Published By: Dhruv

Last Updated: 01:16 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સમયની સાથે-સાથે વ્યક્તિ માટે મોબાઇલ ફોન પણ પોતાના જીવનનો એક ભાગ બની ગયો છે. પણ આ કોઇ પણ મોબાઇલ ફોન સિમ કાર્ડ્સ વિના નકામા છે. ત્યારે શું તમે જાણો છો કે મોબાઇલના સિમ કાર્ડ કેમ ખૂણામાંથી કટિંગ કરેલા હોય છે. નહીં ને તો અહીં જાણો સિમકાર્ડની રસપ્રદ હકીકત વિશે....

ADVERTISEMENT

  • સિમકાર્ડ ખૂણેથી કટિંગ હોવા પાછળનું આ છે કારણ
  • પહેલાં સિમ કાર્ડની સાચી બાજુ કઇ તે પણ ઓળખવું મુશ્કેલ હતું
  • સિમનો એક ખૂણો કટિંગ કરાતા મોબાઈલમાં ફીટ કરવું હવે સહેલું

પહેલાં જ્યારે ફીચર ફોન હતાં ત્યારે ફોન માત્ર કોલ કરવા અને ઉઠાવવા માટે જ ઉપયોગમા આવતા પરંતુ જ્યારથી સ્માર્ટફોન્સે તેની જગ્યા લઇ લીધી ત્યારથી મોબાઇલ ફોન કોલિંગ સિવાય અન્ય ચીજો માટે હવે તેનો ઉપયોગ વધારે થવા લાગ્યો છે.

મોબાઇલના સિમકાર્ડની જો અહીંયા વાત કરીએ તો તમે કદાચ ધારીધારીને જોયું હશે કે તમારું સિમકાર્ડ એક ખૂણાએથી કટિંગ કરેલું હોય છે. પરંતુ શું તમને તેની પાછળનું કારણ ખ્યાલ છે? નહીં ને તો અમે આજે તેના વિશે વિગતવાર જણાવીશું કે આખરે કેમ સિમકાર્ડ ખૂણાએથી કટિંગ કરેલું હોય છે.

થોડાંક વર્ષો પહેલાં એવાં CDMA ટેક્નોલોજીવાળા ફોન ઉપલબ્ધ હતાં કે જેમાં સિમ ન હોતું. તેઓ માત્ર એક જ કેરિયર સાથે લિંક હતાં. પરંતુ પાછળથી જ્યારે સિમ પડવા લાગ્યા એટલે કે જીએસએમ ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો ત્યારે સિમની ડિઝાઈન લંબચોરસના આકારમાં હતી (Why SIM card has unique shape). આ ટેકનિક દ્વારા સિમકાર્ડ લગાવવાની અને નીકાળવાની જરૂરિયાત લોકોને વધારે પડવા લાગી.

સિમ કાર્ડની સાચી બાજુ કઇ તે ઓળખવું પહેલાં મુશ્કેલ હતું

તે સમયના સિમમાં કોર્નર્સ (ખૂણાના ભાગ) કટિંગ ન હોતા કરવામાં આવેલા. ત્યારે સિમ નીકાળીને તેને ફરીથી લગાવવામાં મુશ્કેલી પડતી હતી. એટલું જ નહીં પરંતુ લોકોને એ પણ ન હોતો ખ્યાલ કે સિમની સીધી સાઇડ કઇ છે અને રિવર્સ બાજુ કઈ છે. આવી સ્થિતિમાં લોકોને સિમને લગતી ઘણી સમસ્યાઓ સર્જાતી હતી. પછી નેટવર્ક પ્રોવાઇડર્સએ સિમ માટે અલગ-અલગ ડિઝાઇન નક્કી કરી. જેમાં સિમનો એક ખૂણો કટિંગ કરવામાં આવ્યો કે જેનાથી તેને મોબાઈલમાં બિલકુલ સરળતાથી ફીટ કરી શકાય.

સિમ કાર્ડને ફિટ કરવા માટે કરવામાં આવેલા ફેરફારો

સિમ સિવાય મોબાઈલમાં જ્યાં સિમ લગાવવામાં આવે છે તે જગ્યાની ડિઝાઈન પણ બદલવામાં આવી. ત્યાં એક એવો સ્લોટ પણ હતો કે જેમાં સિમ બિલકુલ સરળતાથી ફિટ થઈ જાય અને તેને નીકાળવા માટેની એક જગ્યા પણ બની રહે કે જેનાથી તેને નીકાળી શકાય. ટેલિકોમ કંપનીઓની આ વ્યવસ્થાના કારણે લોકોને સિમ ઓપરેટ કરવામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે જો તમે ફોનમાં જોશો તો સિમકાર્ડની ટ્રેમાં પણ સિમને સાચી સાઇડથી લગાવવાનું નિશાન બનેલું હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG NEWS Simcard amazing facts mobile simcard simcards cut shape mobile sim cards

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ