બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'મરી કેમ નથી જતા શહબાઝ શરીફ', પેટ્રોલનો ભાવ ભડકે બળતા પાકિસ્તાની એક્ટ્રેસ થઇ ગુસ્સે

વીડિયો / 'મરી કેમ નથી જતા શહબાઝ શરીફ', પેટ્રોલનો ભાવ ભડકે બળતા પાકિસ્તાની એક્ટ્રેસ થઇ ગુસ્સે

Published By: Nirav Kumar

Last Updated: 05:38 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલની પ્રાઈઝ આસમાને પહોંચી છે. જેથી ફેમસ એક્ટ્રેસ સાદિયા ઇમામે એક વીડિયોમાં પાકિસ્તાનના લીડરોની આકરી ટીકા કરતા કહ્યું કે, તમે લોકો બધા મરી કેમ જતા નથી.

પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ અને ટીવી હોસ્ટ સાદિયા ઇમામ ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. તે ઘણીવાર કોઈપણ મુદ્દા પર ખચકાટ વગર પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે. આ વખતે તેને  પોતાના જ દેશના શાષક વર્ગના નેતાઓ પર આકરી ટિપ્પણી કરી છે. જેમાં પાકિસ્તાનમાં પેટ્રોલના વધતા ભાવ જોઈને સાદિયાએ નેતાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ મરી કેમ જતા નથી.

સાદિયાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પાકિસ્તાની નેતાઓને તેમની નિષ્ફળતા માટે દોષી ઠેરવતી જોઈ શકાય છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 300 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જેમાં તેને ઓઇલ વધતા ભાવોની આકરી ટીકા કરી છે.

પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા, સાદિયા કહે છે, "તમે કેમ મરી જતા નથી? તમે કેમ ગાયબ નથી થઈ જતા? જેથી નવા લોકો આવી શકે, નવી વિચારસરણી આવી શકે." તે પછી તે સમજાવે છે કે પેટ્રોલના ભાવ કેવી રીતે બિનજરૂરી રીતે વધારી રહ્યા છે. તે વીડિયોમાં જણાવે છે કે, "આજે તમે પેટ્રોલના ભાવ 300 રૂપિયા સુધી વધારી રહ્યા છો. શું તમારી પાસે પેટ્રોલ ખતમ થઈ ગયું?" એવું નથી; જૂનું પેટ્રોલ પડેલું છે તો તે પેટ્રોલ પર નવા ભાવ કેવી રીતે લાગુ કર્યા?

vtv app promotion

ત્યાર બાદ તે કહે છે કે  "ભારતે હજુ સુધી ભાવ વધાર્યા નથી. બાંગ્લાદેશે તેમાં 5 ટકાનો વધારો કર્યો છે. જો તમે આખી દુનિયાની વાત કરો છો, તો ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં પૈસા ઘટી રહ્યા છે. પરંતુ આપણી ઇન્ડસ્ટ્રીમાં વધારો થયો છે. ઈરાન કહી રહ્યું છે, 'અમારી પાસેથી લો, અમે તમને પેટ્રોલ આપીશું.' પરંતુ આપણે IMF દેવાથી એટલા દબાયેલા છીએ કે આપણે તેમના તળવા ચાટી રહ્યા છીએ કે આપણે તેમની પાસેથી પેટ્રોલ કેમ ખરીદીએ છીએ? ઈરાન આપણો સૌથી નજીકનો દેશ છે, આપણો સૌથી નજીકનો પાડોશી છે. આપણી કલમ દ્વારા તેમની સાથે મિત્રતા છે અને આપણે દિલથી પણ તેમની સાથે મિત્રતા રાખવી જોઈએ. પણ આપણે ખરીદીશું નહીં. આપણે કતાર પાસેથી ખરીદીશું. આપણે બીજી જગ્યાએથી વધુ કિંમતે ખરીદીશું."

સાદિયાએ વધુ ગુસ્સે થઈને બધા રાજકીય નેતાઓના નામ લીધા હતા અને કહ્યું, "આવી સ્થિતિમાં આપણા ખિસ્સાનું શું થશે? મને કહો, શ્રી ઝરદારી, આપણા મુખ્યમંત્રી ક્યાં છુપાયેલા છે? શ્રી બિલાવલ ભુટ્ટો ક્યાં છે? મરિયમ નવાઝ, શાહબાઝ શરીફ ક્યાં છે? તમે બધા ક્યાં છો? શું તમે મોઢું સંતાડીને બેઠા છો.  કે પછી તમે તમારા ઘરોમાં પેટ્રોલના કૂવા ખોદી લીધા છે? વાયદા સાચા પડતા નથી પરંતુ તમે ટીવી પર ભાષણો આપવા આવો છો જેમ કે, 'અમે બાળકોનું ધ્યાન રાખ્યું છે. કયા બાળકો? શું બાળકો પેટ્રોલ પીવે છે? શું તમે આવીને અમારી ગાડીઓમાં પેટ્રોલ ભરી રહ્યા છો?"

વધુ વાંચો : ''પ્રોડ્યુસર સાથે સૂવું...'', કરાઇ એવી ડિમાન્ડ કે ભડકી ઉઠી વડાપાવ ગર્લ!

આ સિવાય તેને એમ પણ કહ્યું હતું કે, "છોકરાઓની પરીક્ષાઓ આવી રહી છે, તેમના માટે શાળાની રજાઓ જાહેર કરો. તમે કેમ મરી નથી જતા? જેથી નવા લોકો, નવા વિચાર આવે. થાકી ગયા છીએ અમે તમારાથી."  હવે આ વીડિયો બાદ પાકિસ્તાનના લોકો પણ સાદિયાથી સાથે સહમત જોવા મળી રહ્યા છે. જેમાં તેના સાહસના વખાણ પણ કરી રહ્યા છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani Actress Sadia Imam Rising Prices

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ