બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 PM, 19 March 2026
દિલ્હી કેપિટલ્સે IPL 2026 પહેલા તેમની ટીમમાં ફેરફાર કર્યો છે. જેમાં આ ટીમે પોતાના ફિલ્ડિંગ કોચમાં ફેરફાર કર્યો છે. આયર્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર જ્હોન મૂનીને આ સિઝન માટે આ જવાબદારી સોંપી છે. દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી કે તેમને જ્હોન મૂનીને ફિલ્ડિંગ કોચ બનાવ્યા છે.
ADVERTISEMENT
Adding some Irish steel to the Dilli defence 🛡️
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2026
Welcome, John Mooney! 💙❤️ pic.twitter.com/P3KEndk1mj
જ્હોન મૂની આયર્લેન્ડ તરફથી 2006 થી 2015ની વચ્ચે 9 વર્ષો સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો. તેને પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 64 ટેસ્ટ અને 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 55 વનડે ઈનિંગ્સમાં 23.48ની એવરેજથી 963 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 48 વિકેટ લીધી હતી. આ સિવાય T20 ઇન્ટરનેશનલમાં બેટિંગમાં 231 રન બનાવ્યા હતા અને 10 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT

દિલ્હી કેપિટલ્સની પ્રીવિયસ સીઝન
ADVERTISEMENT
દિલ્હી કેપિટલ્સ માટે ગઈ સીઝન ખરાબ રહી હતી. આ ટીમ ટોપ-4 માટે પણ ક્વોલિફાય નહોતી કરી શકી. અક્ષર પટેલની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સે પોતાની 14 લીગ મેચોમાંથી માત્ર સાત જીતી મેળવી હતી. જેમાં દિલ્હીને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો એક મેચ ડ્રો રહી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, IPL 2025ની સીઝન પહેલા દિલ્હીની ટીમમાં મોટો ફેરફાર કરાયો હતો. જેમાં તેમના કેપ્ટન રિષભ પંતને રિલીઝ કરવામાં આવ્યો હતો અને પંતની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો હતો. રિષભ પંતે 2016માં દિલ્હી કેપિટલ્સ સાથે પોતાના IPL કરિયરની શરૂઆત કરી હતી. દિલ્હીથી અલગ થયા બાદ પંત લખનઉ સુપર જાયન્ટ્સની કમાન સંભાળી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.