ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ચેન્નઈ સુપરકિંગ્સનો સ્ટાર ખેલાડી IPLમાંથી બહાર, નબળી પડી CSK

સ્પોર્ટ્સ / ચેન્નઈ સુપરકિંગ્સનો સ્ટાર ખેલાડી IPLમાંથી બહાર, નબળી પડી CSK

Published By: Nirav Kumar

Last Updated: 07:57 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચ રમે એ પહેલા જ તેને એક મોટો ફટકો પડ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ ઇન્જરીને લીધે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ADVERTISEMENT

IPL 2026 શરૂ થવામાં એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે એવામાં ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. કેમ કે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગની ઇન્જરીને લીધે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈને હવે એલિસનો ઓપ્શન શોધવો પડશે. ડેથ ઓવર્સ માટે ચેન્નઈએ વિશ્વસનીય ઓપ્શન તરીકે એલિસ પર આધાર રાખ્યો હતો, પરંતુ હવે તેમનું બોલિંગ અટેક પહેલા કરતાં કમજોર દેખાય છે કેમ કે, મથિથા પથિરાના પણ ગેરહાજર છે.

vtv app promotion
  • એલિસ વગર CSKનું બોલિંગ અટેક
    નાથન એલિસ સિવાય ચેન્નઈના ફાસ્ટ બોલિંગ ઓપ્શનમાં ન્યુઝીલેન્ડના મેટ હેનરી અને ઇંગ્લેન્ડના જેમી ઓવરટનનો સમાવેશ થાય છે. મેટ હેનરીએ T20 વર્લ્ડ કપમાં શાનદાર પરફોર્મ કર્યું હતું. ટીમમાં બીજા વિદેશી ફાસ્ટ બોલર જેક ફાઉલ્કેસ પાસે એટલો અનુભવ નથી. CSK પાસે ભારતીય પ્રતિભાઓમાં વિશ્વસનીય ઓપ્શનનો પણ અભાવ છે.

જેમાં ખલીલ અહેમદ મહત્વનો યુવા ફાસ્ટ બોલર છે. ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ, સાથે જેને ગત સિઝનમાં CSK માટે ડેબ્યૂ કર્યું હતું અંશુલ કંબોજ તેનો પણ સમાવેશ થાય છે. સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં સારું પરફોર્મ કરનાર રામકૃષ્ણ ઘોષનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં માત્ર ગુરજપનિત સિંહ અને મુકેશ ચૌધરી જ ઓપ્શન તરીકે છે.

વધુ વાંચો : પહેલા જોડિયા હવે નાનકડી પરી, ટીમ ઈન્ડિયાના ક્રિકેટરના ઘેર બંધાયું પારણું, દીકરી અવતરી

  • નાથન એલિસના સ્થાને કોણ?

જો રિપ્લેસમેન્ટની વાત કરીએ તો એ જોવાનું રહેશે કે, CSK કોની તરફ વળે છે, કેમ કે હરાજીમાં તમામ મુખ્ય બોલરો પહેલાથી જ વેચાઈ ચૂક્યા છે. ગેરાલ્ડ કોઈટઝી IPLનો અનુભવ ધરાવતો ફાસ્ટ બોલર છે. તેની સાથે અલ્ઝારી જોસેફ, ઝાય રિચાર્ડસન, રીલે મેરેડિથ, સ્પેન્સર જોહ્ન્સન અને વિઆન મુલ્ડર જેવા પ્લેયર્સ પણ છે. જેમાં ફાસ્ટ બોલરોની અછત અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે હવાઈ મુસાફરી પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને CSK ટૂંક સમયમાં જ તેના સ્થાને અંતિમ પસંદગી કરવા માંગશે. રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં CSK 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે તેની પહેલી મેચ રમશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ


સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Nathan Ellis Chennai Super Kings

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ