ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પહેલા જોડિયા હવે નાનકડી પરી, ટીમ ઈન્ડિયાના ક્રિકેટરના ઘેર બંધાયું પારણું, દીકરી અવતરી

સ્પોર્ટ્સ / પહેલા જોડિયા હવે નાનકડી પરી, ટીમ ઈન્ડિયાના ક્રિકેટરના ઘેર બંધાયું પારણું, દીકરી અવતરી

Published By: Nirav Kumar

Last Updated: 04:07 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિક અને ફેમસ સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમની પુત્રીનું નામ રાહા રાખ્યું છે. જેમાં ફેન્સ અને ક્રિકેટરો આ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક અને ફેમસ સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ બંનેના ઘરે ફરી ખુશીઓ આવી છે.  આ કપલે ગુરુવારે (19 માર્ચ) સોશિયલ મીડિયા પર તેમની પુત્રીના જન્મના સમાચાર શેર કરીને ફેન્સને રાજી કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં આ કપલે લખ્યું કે, "હૃદયમાં આશીર્વાદ અને શબ્દોથી પરે કૃતજ્ઞતા સાથે, અમે અમારી સુંદર દીકરીનું સ્વાગત કરીએ છીએ. કબીર અને જિયાન તેમની બહેનને ઈન્ટ્રોડ્યુસ કરાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે." આ ખુશખબર સાથે દિનેશ કાર્તિકના પરિવારના પાંચ સભ્યો થયા છે. દિનેશ અને દીપિકાએ તેમની પુત્રીનું નામ રાહા રાખ્યું છે. જેમાં ફેન્સ અને ક્રિકેટરો આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

સ્પોર્ટ્સ જગતમાં આ કપલે તેમના કરિયર અને અંગત જીવનમાં અદ્ભુત સંતુલન જાળવી રાખ્યું છે. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન 25 ઓગસ્ટ 2015 ના રોજ હિન્દુ અને ખ્રિસ્તી વિધિઓ અનુસાર થયા હતા. આ દંપતીને  2021 માં જોડિયા પુત્રો, કબીર અને જિયાન થયા હતા. હવે રાહાના આગમન સાથે આ આનંદનો પ્રસંગ વધુ ખાસ બની ગયો છે.

vtv app promotion

દિનેશ કાર્તિકે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે સારું પરફોર્મ કર્યું છે. તેને  ટીમ ઈન્ડિયા માટે 180 મેચ રમી છે જેમાં 27.70 ની એવરેજથી 3463 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે. કાર્તિક હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટિંગ કોચ અને મેન્ટોર તરીકે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

વધુ વાંચો : VIDEO : કુલદીય યાદવ રિસેપ્શનમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પગે લાગ્યો, જુઓ વીડિયો

તો દીપિકા પલ્લીકલ સૌથી સફળ ભારતીય સ્ક્વોશ પ્લેયર્સમાંની એક છે. તે ટોપના 10 રેન્કિંગમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા સ્ક્વોશ પ્લેયર છે. તેને  કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા છે. જેમાં 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. માતા બન્યા બાદ પણ તેને  જબરદસ્ત વાપસી કરી અને સાબિત કર્યું કે તે એક ચેમ્પિયન પ્લેયર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dipika Pallikal Daughter Born Dinesh Karthik

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ