ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : કુલદીય યાદવ રિસેપ્શનમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પગે લાગ્યો, જુઓ વીડિયો
Last Updated: 02:16 AM, 19 March 2026
ADVERTISEMENT
ક્રિકેટર કુલદીપ યાદવે 14 માર્ચે મસૂરીમાં વંશિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મંગળવારે (17 માર્ચ) લખનૌના હોટેલ સેન્ટ્રમ ખાતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ, રાજકારણ અને બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
રાજકીય જગતમાંથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કુલદીપના રિસેપ્શનમાં હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ ક્રિકેટર શિખર ધવન પણ હાજર રહ્યા હતા.
VIDEO | Lucknow: Uttar Pradesh Chief Minister Yogi Adityanath attends Indian cricketer Kuldeep Yadav’s reception and congratulates the newlywed couple. pic.twitter.com/W0GWnxc1uf
— Press Trust of India (@PTI_News) March 17, 2026
ADVERTISEMENT
આ ભવ્ય રિસેપ્શન દરમિયાન કુલદીપ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. જ્યારે કુલદીપ અખિલેશ યાદવના પગ સ્પર્શ કરવા માટે નીચે ઝૂક્યો ત્યારે પૂર્વ મુખ્યમંત્રીએ તેમને ભેટી પડ્યા હતા.
🚨Politics meets cricket.. CM Yogi Adityanath and Ex CM Akhilesh Yadav spotted together at cricket star Kuldeep Yadav's post-wedding bash in Lucknow. pic.twitter.com/rQgSZNfIaB
— indiainlast24hr (@indiain24hr) March 18, 2026
ADVERTISEMENT
અખિલેશના આ હાવભાવની સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન કુલદીપની પત્ની વંશિકાએ અખિલેશ યાદવના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ માંગ્યા હતા. આનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Shikhar Dhawan with his wife Sophie at Kuldeep Yadav & Vanshika's wedding reception! ❤ pic.twitter.com/iuK3V79c8l
— Rohit Sharma Fan (@hitmanfanfollow) March 17, 2026
ADVERTISEMENT
Kuldeep Yadav touched the feet of Rivaba and Ravindra Jadeja.
— Tejash (@Tejashyyyyy) March 18, 2026
The way Rivaba blessed Kuldeep was heartwarming 🤌❤️ pic.twitter.com/FGwsl6nH1r
ADVERTISEMENT
અહીંયા શિખર પોતાની નવી દુલ્હન સોફી શાઇન સાથે લગ્નમાં પહોંચ્યો હતો. ઋષભ પંત અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.
આ સિવાય કુલદીપના રિસેપ્શનમાં યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ હાજરી આપી હતી. યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને કોમેડીયન હર્ષ ગુજરાલે પણ આ રિસેપ્શનમાં હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ