ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:44 AM, 23 February 2026
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની એવી એક્ટ્રેસમાંની એક છે જે માત્ર તેના પ્રોફેશનલ લાઈફ માટે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. મલાઈકા તેના લવ લાઈફ માટે પણ સમાચારમાં રહી છે. અર્જુન કપૂર સાથે ડેટિંગથી લઈને તેના બ્રેકઅપ સુધી મલાઈકાએ ઘણી ચર્ચા મેળવી હતી. હવે ફરી એકવાર તેનું નામ કોઈની સાથે જોડાયુ હોય તેવું લાગે છે. આ વખતે મલાઈકા તેના કરતા ઘણા નાના પુરુષને ડેટ કરી રહી છે. અમે હર્ષ મહેતા વિશે વાત કરી રહ્યા છીએ. હર્ષનું નામ આવતાની સાથે જ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે કોણ છે.
ADVERTISEMENT
33 વર્ષીય હર્ષ મહેતા એક હીરાના વેપારી છે અને સેનકસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર છે. હર્ષ કોઈ સામાન્ય માણસ નથી. તે કરોડોની સંપત્તિ ધરાવતો એક જાણીતો બિઝનેસમેન છે. જોકે તેની કુલ સંપત્તિ વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ એક હીરાના વેપારીને ડેટ કરી રહી છે. અહેવાલો અનુસાર મલાઈકા 33 વર્ષીય હર્ષ મહેતાને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ મલાઈકા અને હર્ષના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. રેડિટ પર આ ફોટા સામે આવ્યા બાદ એવી અફવા ફેલાઈ હતી કે તેને ઇટાલીમાં હર્ષ સાથે વેલેન્ટાઇન ડે ઉજવ્યો હતો. આ વાયરલ ફોટામાં બંને ઇટાલીના ફેમસ ટ્રેવી ફાઉન્ટેનમાં જોવા મળે છે. લાર્જ બ્લેક ટ્રેન્ચ કોટમાં સજ્જ, મલાઈકા હર્ષ સાથે સેલ્ફી લેતી જોઈ શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
મલાઈકાના લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા. પરંતુ હવે તેઓ છૂટાછેડા લઈ ચૂક્યા છે. મલાઈકા અને અરબાઝને અરહાન નામનો પુત્ર છે. છૂટાછેડા બાદ મલાઈકાએ લાંબા સમય સુધી અર્જુન કપૂરને ડેટ કરી હતી. પરંતુ આ સંબંધ પણ ટક્યો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો