બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO : હોસ્પિટલમાં સલીમ ખાનને મળવા પહોંચી મલાઈકા અરોરા, અરબાઝ સાથે તલાક બાદ પણ ન તોડ્યો સંબંધ

મનોરંજન / VIDEO : હોસ્પિટલમાં સલીમ ખાનને મળવા પહોંચી મલાઈકા અરોરા, અરબાઝ સાથે તલાક બાદ પણ ન તોડ્યો સંબંધ

Nirav Kumar

Last Updated: 10:32 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમસ સ્ક્રીન રાઇટર સલીમ ખાન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. જેમાં તેમને મળવા તેમની પૂર્વ પુત્રવધૂ મલાઈકા અરોરા પણ ગઈ છે. લોકો ખાન પરિવારને દુવાઓ પણ આપી રહ્યા છે.

ખાન પરિવાર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સલમાન ખાનના પિતા અને સ્ક્રીન રાઇટર સલીમ ખાનને છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આથી આખો પરિવાર સતત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યો છે. એમાં દરેક સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. જેમાં હવે ખાન પરિવારની પૂર્વ પુત્રવધૂ મલાઈકા અરોરા પણ સલીમ ખાનને મળવા ગઈ છે.

અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરાને લીલાવતી હોસ્પિટલની બહાર જોવામાં આવી હતી. જેમાં મલાઈકા તેના પુત્ર અરહાન ખાન સાથે સલીમ ખાનના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે હોસ્પિટલમાં પહોંચી હતી. કારમાંથી ઉતર્યા બાદ મલાઈકા સીધી હોસ્પિટલ ગઈ. મલાઈકા થોડી નર્વસ દેખાઈ હતી. તેના ચહેરા પર સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મલાઈકાના વીડિયો સોશિયલ મીડિયા પરવાયરલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ પણ મલાઈકા ખાન પરિવાર સાથે ખાસ સંબંધ ધરાવે છે. તે ઘણીવાર ખાન પાર્ટીઓ અને લંચ ડેટમાં જોવા મળે છે. તેમના અલગ થયા બાદ પણ મલાઈકા અને અરબાઝ મુશ્કેલ સમયમાં સાથે રહ્યા છે.

vtv app promotion

ખાન પરિવાર સતત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં આખો પરિવાર એકબીજાને સપોર્ટ આપી રહ્યો છે. ફિલ્મ જગતના ઘણા લોકો હોસ્પિટલમાં સલીમ ખાનની મુલાકાતે આવ્યા હતા. જેમાં શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, જાવેદ અખ્તર અને આમિર ખાન તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે તેમની મુલાકાત લીધી હતી. સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ પણ હોસ્પિટલની બહાર જોવા મળી હતી.

વધુ વાંચો :પ્રેગ્રેન્સીની અફવાઓને લઇ ગુસ્સે ભરાઇ સરગુન મહેતા, સોશિયલ મીડિયા પર ગુસ્સો કર્યો વ્યક્ત

સલીમ ખાનને 17 ફેબ્રુઆરીની સવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સલીમ ખાનની સારવાર કરી રહેલા ડૉ. જલીલ પારકરે મીડિયા સાથે સ્વાસ્થ્ય અપડેટ શેર કરતા જણાવ્યું હતું કે, તેમની કોઈ સર્જરી થઈ નથી. તેમને મગજમાં નજીવો રક્તસ્ત્રાવ થયો હતો જેના માટે DSA પ્રક્રિયા કરવામાં આવી હતી. ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે સલીમ ખાનની સ્થિતિ સ્થિર છે અને તેઓ સારવારનો પ્રતિભાવ આપી રહ્યા છે. તેઓ હાલમાં ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salim Khan Malaika Arora Hospital
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ