ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / પ્રેગ્રેન્સીની અફવાઓને લઇ ગુસ્સે ભરાઇ સરગુન મહેતા, સોશિયલ મીડિયા પર ગુસ્સો કર્યો વ્યક્ત
Last Updated: 08:51 PM, 21 February 2026
ADVERTISEMENT
મનોરંજન જગતમાં રવિ દુબે અને ટીવી તથા પંજાબી ફિલ્મ એક્ટ્રેસ સરગુન મહેતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ પોર્ટલ્સ સુધી એવી ચર્ચાઓ થઇ રહી હતી કે, આ સ્ટાર કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનું છે. જોકે, આ ખુશખબરની સત્તાવાર પુષ્ટિ ન હોવા છતાં તેને સાચી માની લેવામાં આવી હતી. આખરે આ મામલે સરગુન મહેતાએ સામે આવીને તમામ અફવાઓનો અંત કરી દીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સરગુને આ અહેવાલોને સદંતર નકારી કાઢ્યા છે. તેણે વ્યંગાત્મક શૈલીમાં લખ્યું કે, "મીડિયાને છેલ્લા બે વર્ષથી મારી પ્રેગ્નન્સી વિશે મારા કરતાં પણ પહેલા કેવી રીતે ખબર પડી જાય છે? જો તેમના અહેવાલો સાચા માનીએ તો હું છેલ્લા બે વર્ષથી પ્રેગ્નન્ટ છું, આ તો ખૂબ લાંબી પ્રેગ્નન્સી થઈ ગઈ!" સરગુને અફવા ફેલાવનારાઓને વિનંતી કરી છે કે કોઈપણ પાયાવિહોણી વાત છાપતા પહેલા તેની ટીમનો સંપર્ક કરે.
આ પણ વાંચોઃ લવજેહાદ પર રિલીઝ ફિલ્મ 'બેહદ' સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ, ઈમ્તિયાઝ પઠાણે કહ્યું- 'આવી ફિલ્મો ખતરા સમાન'
ADVERTISEMENT
રવિ અને સરગુનની લવ સ્ટોરીની વાત કરીએ તો, તેઓ પહેલી વાર "12/24 કરોલ બાગ" ના સેટ પર મળ્યા હતા અને અહીંથી જ તેમની પ્રેમકથા શરૂ થઈ હતી. આ સિરિયલમાં, તેઓએ એક ઓનસ્ક્રીન કપલની ભૂમિકા ભજવી હતી. તેમનો ઓનસ્ક્રીન રોમાંસ ટૂંક સમયમાં વાસ્તવિક જીવનના પ્રેમમાં પરિણમ્યો, જોકે તેઓએ લાંબા સમય સુધી તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. ત્યારબાદ રવિએ "નચ બલિયે 5" દરમિયાન સરગુનને પ્રપોઝ કર્યું અને તેઓએ 7 ડિસેમ્બર, 2013 ના રોજ લગ્ન કર્યા હતા. આજે ફિલ્મ અને ટીવી જગતનું બેસ્ટ કપલ કહેવાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો