બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / when will ajay devgans drishyam 3 release director abhishek pathak revealed

Entertainment / Drishyam 3: ક્યારે આવશે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3, ડાયરેક્ટરે કર્યો ખુલાસો

Published By: Vikram Mehta

Last Updated: 03:48 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટર અજય દેવગનની તેમની અપકમિંગ ફિલ્મ ‘શેતાન’ને કારણે ચર્ચા કરવામાં આવી રહી છે. દર્શકો ફિલ્મ ‘શેતાન’ જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. ટ્રેલરના કેટલાક સીન જોઈને તમને ફિલ્મ ‘દ્રશ્યમ’ યાદ આવી શકે છે.

બોલિવુડ એક્ટર અજય દેવગનની તેમની અપકમિંગ ફિલ્મ ‘શેતાન’ને કારણે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. દર્શકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ એક હોરર ફિલ્મ છે. ટ્રેલરના કેટલાક સીન જોઈને તમને ફિલ્મ ‘દ્રશ્યમ’ યાદ આવી શકે છે. ફિલ્મ ‘શેતાન’માં અજય દેવગન તેમના પરિવાર અને તેમની દીકરીને શેતાનથી બચાવવા માટે તમામ સંભવ કોશિશ કરતા જોવા મળશે. 

આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ સમયે અજય દેવગન આર.માધવન સહિત ફિલ્મની કાસ્ટ જોવા મળી હતી. ટ્રેલર લોન્ચ સમયે ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક પાઠકને ફિલ્મ ‘દ્રશ્યમ 3’ બાબતે જણાવ્યું હતું કે, ‘દ્રશ્યમ 3’ની સંપૂર્ણ સ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે, ત્યારે આ ફિલ્મ બનશે. ફિલ્મ ‘દ્રશ્યમ 3’ની એક સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે પૂરી કરી લીધી છે. આ વર્ષે હું મારી આગામી ફિલ્મનું નિર્દેશન કરીશ. 

દર્શકો આતુરતાથી ફિલ્મ ‘દ્રશ્યમ 3’ની રાહ જોઈ રહ્યા છે. દર્શકોએ આ ફિલ્મ માટે ખૂબ જ રાહ જોવી પડશે. ફેન્સને ફિલ્મ દ્રશ્યમ અને દ્રશ્યમ 2 ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ ઓછા બજેટમાં બની હોવા છતાં બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. 

વધુ વાંચો: 'ડેટ પર જાઓ તો છોકરાઓને જ કરવા દો Bill Pay', જયા બચ્ચનના નિવેદને યુવાનોમાં જગાવી ભારે ચર્ચા

અજય દેવગન હાલમાં અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેન’ની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, ટાઈગર શ્રોફ અને શ્વેતા તિવારીનો કેમિયો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર ખૂંખાર વિલનની એક્ટિંગ કરતા જોવા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Drishyam 3 abhishek pathak drishyam 3 ajay devgan drishyam 3 ajay devgan movie drishyam 3 release date દ્રશ્યમ 3 શેતાન રિલીઝ ડેટ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ