બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:03 PM, 23 February 2024
જયા બચ્ચન હંમેશા ડર્યા વગર તેમની વાત રજૂ કરે છે. જયા બચ્ચને હવે કહ્યું છે કે, જે મહિલાઓ અને યુવતીઓ ડેટ પર જાય છે અને બિલ સ્પ્લિટ કરે છે, તેઓ મૂર્ખ છે. પુરુષોએ જ બિલ ભરવું જોઈએ. જયા બચ્ચને તેની નાતિન નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શો What The Hell Navyaની બીજી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ એપિસોડમાં જયા બચ્ચનની સાથે સાથે તેની દીકરી શ્વેતા નંદા પણ હતી.
ADVERTISEMENT
ડેટિંગ અને બિલ સ્પ્લિટ
નવ્યા નવેલી નંદાએ ફેમિનિઝમ બાબતે જણાવ્યું કે, મહિલાઓ હવે વધુ સશક્ત ફીલ કરી રહી છે. તેઓ ખૂબ જ સ્વતંત્ર રહેવા માંગે છે. ત્યારપછી ઉદાહરણ આપ્યું કે, જો યુવક કોઈ યુવતીને ડેટ પર લાઈ જાય અને તમે બિલ ભરશો તો કેટલાક લોકો નારાજ થઈ શકે છે. મહિલાઓને લાગે છે કે, તેઓ પણ તે માટે સમાનરૂપે હકદાર છે. જેન જવાબમાં જયા બચ્ચને જણાવ્યું કે, ‘જે મહિલાઓ બિલ સ્પ્લિટ કરે છે, તેઓ મૂર્ખ છે. પુરુષે બિલ ભરવું જોઈએ.’
ADVERTISEMENT
પુરુષોએ જ પહેલા પ્રપોઝ કરવું જોઈએ
નવ્યાએ તેના દાદી જયા બચ્ચન અને તેની માતા શ્વેતા નંદાને પૂછ્યું હતું કે, અત્યારના સમયમાં પુરુષોમાં શું બદલાવ જોયો છે? જેના જવાબમાં શ્વેતા નંદાએ કહ્યું હતું કે, અમારા સમયમાં માનવામાં આવતું હતું કે, પુરુષ મજબૂત હોવો જોઈએ અને ચૂપ રહેવો જોઈએ. જ્યારે પણ તમે ડેટિંગ કરો ત્યારે યુવકની રાહ જુઓ. તે તમારી પાસે આવશે અને પ્રપોઝ કરશે. જયા બચ્ચને આ જવાબમાં સૂર પુરાવ્યો અને કહ્યું કે, ‘મારું પણ આવું જ માનવું છે. પુરુષોએ જ પહેલા પ્રપોઝ કરવું જોઈએ, નહીંતર મને ખૂબ જ અજીબ લાગશે.’
ADVERTISEMENT
ADVERTISEMENT
અગસ્ત્ય નંદા
નવ્યાના આ પોડકાસ્ટમાં તેનો ભાઈ અગસ્ત્ય નંદા પણ આવ્યો હતો. અગસ્ત્યએ ‘ધ આર્ચીઝ’ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટમાં મોટાભાગના સવાલ મહિલાઓ સાથે જ જોડાયેલા હોય છે. પુરુષત્વ બાબતે પુરુષો શું વિચારે છે, તે જાણવા માટે અગસ્ત્ય નંદાને શોમાં બોલાવવામાં આવ્યો હતો. અગસ્ત્ય નંદાએ જણાવ્યું કે, ‘તે ખૂબ જ સેન્સિટીવ છે અને રડવા લાગે છે, જાહેરમાં રડવામાં પણ તેને સંકોચ થતો નથી. જો કોઈ પુરુષ દયા ભાવ સાથે મહિલાઓ સાથે જોડાય તો ઠીક છે, પણ જો તેવું એવું માને કે તે એક સુપીરિયર છે, તો તે પ્રોબ્લેમની વાત છે.’
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.