બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 AM, 4 January 2024
ADVERTISEMENT
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો અંતિમ મેચ કેપટાઉનનાં ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાઈ રહ્યો છે. આ મેચ વચ્ચે દક્ષિણ આફ્રિકાનાં બોલર નંદ્રે બર્ગર અને ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. જ્યારે કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર ભારતીય ઇનિંગ્સ દરમિયાન કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આફ્રિકન બોલર બર્ગરે વિરાટને આંખો બતાવી હતી. આ પછી વિરાટ કોહલીએ પણ આ બોલરને જડબાતોડ જવાબ આપ્યો હતો.
Aggression shown by Nandre Burger to Virat Kohli 👀#ViratKohli #NandreBurger #INDvSA #SAvIND pic.twitter.com/Yl3ON4r7ty
— Cricket Uncut (@CricketUncutOG) January 3, 2024
ADVERTISEMENT
મેદાન વચ્ચે વિરાટ કોહલીને આંખો બતાવવા લાગ્યો આફ્રિકન બોલર
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ભારતીય ઈનિંગ્સની 15મી ઓવરના બીજા બોલ પર આફ્રિકન બોલર નંદ્રે બર્ગરના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા બાદ જેવા વિરાટ કોહલી મેદાન પર આવ્યા તો નંદ્રે બર્ગરે તેમના પર દબાવ બનાવવા આક્રમક વલણ બતાવવાનું શરૂ કર્યું. બર્ગરે 15મી ઓવરનો ત્રીજો બોલ ફેક્યો ત્યારે કોહલીએ તેનો સરખી રીતે બચાવ કર્યો. આ સમયે બર્ગરે કોહલીને બોલ મારવાની એક્સન કરી અને લાંબા સમય સુધી તેને જોતો રહ્યો.
ADVERTISEMENT
Nandre Burger showed his aggression to Virat Kohli👀
— BetBarter (@BetBarteronline) January 3, 2024
📷: Hotstar#NandreBurger #ViratKohli #SAvsIND #Cricket #BetBarter pic.twitter.com/U7oAiea5vD
ADVERTISEMENT
વાંચવા જેવું: VIDEO : ચાલુ મેચમાં વાગ્યું 'રામ... સિયા... રામ', ખુશીથી ઝૂમી ઉઠ્યો વિરાટ કોહલી, વીડિયો થયો વાયરલ
વિરાટે તેના અંદાજમાં જવાબ આપ્યો
નંદ્રે બર્ગરના આક્રમક વલણનો જવાબ વિરાટ કોહલીએ તેના અંદાજમાં આપ્યો હતો. વિરાટ કોહલીએ નંદ્રે બર્ગરને હસીને જોયો. પંદરમી ઓવરનાં ચોથા બોલ પર તેમણે કોઈ રન ન લીધો. પાંચમા બોલ પર વિરાટ કોહલી બોલ ચૂકી ગયો હતો અને બોલ સ્લિપની નજીકથી બાઉન્ડ્રી પાર કરી ગયો. વિરાટ કોહલીએ પંદરમી ઓવરનાં છેલ્લા બોલ પર ચોગ્ગો મારીને નંદ્રે બર્ગરને યોગ્ય જવાબ આપ્યો હતો. આ સમયે કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે બર્ગરે ખોટાં વ્યક્તિ સાથે પંગો લઈ લીધો છે.
ADVERTISEMENT
Virat Kohli & Burger's Face Off
— Gunaji (@gunaji_p) January 3, 2024
🔊Commentary 🎤 is enough to get why Virat is 🐐🫡#burger #ViratKohli pic.twitter.com/uoCMWf0Kzp
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.