બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / અજબ ગજબ / Bollywood / when Abhishek and Aishwarya were lovers and Salman khan was truck driver
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની થોડા વર્ષ પહેલા બનેલી ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે'નો એક સીન હમણાં વાઇરલ થઇ ગયો છે.
ADVERTISEMENT
વાસ્તવમાં આ ફિલ્મમાં સલમાન ખાને એક કેમિયો રોલ અદા કર્યો હતો. એક મિનિટથી પણ નાના આ વીડિઓમાં અભિષેક બચ્ચન સલમાન સાથે જોવા મળે છે. સલમાન એક ટ્રક ડ્રાઈવરની ભૂમિકામાં છે જે આરામથી ગીત ગાઈ રહ્યો છે જયારે અભિષેક એક મુસાફરના રોલમાં છે જે ટ્રકમાં સુઈ રહ્યો છે. અચાનક તેને એવો ભ્રમ થાય છે કે ઐશ્વર્યા રોડ ઉપર તેની રાહ જોઈ રહી છે અને તે ટ્રકની બહાર જોવા માંડે છે. ત્યારે જ સલમાન તેને પૂછે છે કે "શું દોસ્ત? કોઈ સપનું જોયું કે શું?"
અભિષેક થોડો મુંઝાઈ જાય છે અને થોડી જ વારમાં સલમાન બ્રેક મારીને અભિષેકને કહે છે કે દોસ્ત જ્યાં પહોંચવું છે તે જગ્યા આવી ગઈ છે. ઓલ ધ બેસ્ટ!
ADVERTISEMENT
અહીં નોંધનીય છે કે અભિષેક અને ઐશ્વર્યાની આ ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર સારો પ્રતિસાદ સાંપડ્યો નહોતો અને વિવેચકોને પણ આ ફિલ્મ એટલી પસંદ પડી નહોતી. આ ફિલ્મમાં અમરીશ પુરી, અનુપમ ખેર, શક્તિ કપૂર, તન્વી આઝમી, સોનાલી બેન્દ્રે જેવા કેટલાય સિતારાઓએ કામ કર્યું છે. અભિષેકે ઐશ્વર્યા સાથે આ ઉપરાંત ગુરુ, રાવણ, ધૂમ 2, ઉમરાવ જાન, બંટી ઓર બબલી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ઐશ્વર્યા 1999 થી 2001 સુધી સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી જે કડવાશ સાથે અંત થઇ હતી. આ સમગ્ર રિલેશનશિપની મીડિયામાં ઘણી ચર્ચા થઇ હતી.
ત્યાર બાદ સલમાને ઘણી સ્ત્રીઓને ડેટ કરી છે જયારે અભિષેક અને ઐશ્વર્યા થોડા વર્ષો બાદ લગ્ન ગ્રંથિથી જોડાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.