બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tech & Auto / WhatsApp confirms Israeli spyware was used to snoop on Indian journalists activists during lok sabha election 2019

ખુલાસો / Whatsappનો ચોંકાવનારો ખુલાસો : લોકસભા ચૂંટણી દરમ્યાન પત્રકારો સહિત 1400 જેટલાં યુઝર્સની થઈ હતી જાસૂસી

Juhi

Last Updated: 06:22 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, લોકસભા ચૂંટણી 2019 ના દરમિયાન ભારતના ઘણા પત્રકારો તથા માનવાધિકાર એક્ટિવિસ્ટ પર દેખરેખ રાખવામાં આવી હતી, જેમાં ઇઝરાયલી સ્પાઇવેર પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર, આ ખુલાસો સૈન ફ્રાન્સિસ્કોમાં એક અમેરિકન સંઘીય કોર્ટમાં થયો, જ્યાં મંગળવાર (29 ઓક્ટોબરના એક કેસ માટેની સુનાવીણી ચાલી રહી હતી. જેમાં WhatsApp એ આરોપ લગાવ્યો કે ઇઝરાયલી એનએસોઓ સમૂહે પેગાસસ સ્પાઇવેરનો ઉપયોગ કરીને લગભગ 1400 WhatsApp યૂઝર્સ પર નજર રાખી હતી. 

તમને જણાવી દઇએ કે, WhatsApp એ ભારકમાં સર્વિલાન્સ પર રાખવામાં આવેલા લોકોની ઓળખ અને સટીક સંખ્યાનો ખુલાસો કરવા માટે ઇન્કાર કરી દીધો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના અમેરિકન-બેસ્ટ ડિરેક્ટર કાર્લ વૂગે જણાવ્યુ કે, ''ભારતીય પત્રકારો અને મનાવાધિકાર કાર્યર્તાઓ પર સર્વિલાન્સ રાખવામાં આવ્યુ હતુ, પરંતુ હું તેમની ઓળખ તથા સંખ્યાની જાણકારીનો ખુલાસો નહી કરી શકું. હું તે નહી કહી શકું કે સંખ્યા ઓછી હતી.''

તપાસમાં સામે આવ્યુ કે, દેશમાં લગભગ 2-25 પ્રોફેસર, વકીલો, દલિત એક્ટિવેસ્ટ તથા પત્રકારોનો WhatsApp સંપર્ક કર્યો હતો. આ સાથે જ જાણકારી આપી કે  2019માં 2 સપ્તાહ સુધી ફોન સર્વિલાન્સમાં હતો.

એનએસઓ ગ્રુપ તથા ક્યૂ સાઇબર ટેક્નોલોજી વિરુદ્ઘ કેસમાં WhatsApp એ આરોપ લાગાવ્યો કે આ કંપનીઓને યૂએસ અને કેલિફોર્નિયાના કાયદાની સાથે સાથે WhatsApp ની શરતોનું પણ ઉલ્લંઘન કર્યુ છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવ્યો કે, માત્ર મિસ્ડ કૉલ્સના માઘ્યમથી સ્માર્ટફોનને સર્વિલાન્સ પર લગાવવામાં આવ્યા. WhatsApp અનુસાર, તેમનું માનવુ છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોને નિશાન પર લેવીમાં આવ્યા છે, જે ખરાબ વ્યવહાર કહેવાય. જોકે પીડિતોની સંખ્યામાં વધારો થઇ શકે છે. 

તો બીજી તરફ એનએસઓ ગ્રુપે આ આરોપોને ખારિશ કરી દીધા છે. તેમનું કહેવુ છે કે, તેઓ આ અંગેનો સામનો કરવા માટે તૈયાર છે. અમારી ટેક્નોલોજી માનવાધિકાર કાર્યકર્તાઓ તથા પત્રકારોને વિરુદ્ઘ ઉપયોગ કરવા માટે તૈાર નથી કરવામાં આવી. એનએસઓએ દાવો કર્યો છે કે, પેગાસસ માત્ર સરકારી એન્જસીઓને વેચવામાં આવ્યો છે. કંપનીનું કહેવુ છે કે, અમે પ્રોડક્ટનું લાઇસન્સ માત્ર સરકારી એજન્સીને જ આપ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Loksabha Election 2019 WhatsApp Whatsapp Spy spyware Expose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ