બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક મસાલા / WhatsAppએ વધુ 84 લાખ ભારતીય એકાઉન્ટ્સ કર્યા બ્લૉક, જાણો કારણ
Last Updated: 01:11 PM, 28 February 2025
મેસેજિંગ એપ WhatsApp દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. જેમાં 84 લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે WhatsAppના દુરુપયોગ અને છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને કારણે કંપનીએ 84 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી છેતરપિંડી અટકાવવામાં યુઝર્સને મદદ મળશે.
ADVERTISEMENT
Metaના ટ્રાન્સપેરેન્સી રિપોર્ટ અનુસાર, વોટ્સએપે ભારતમાં 8.45 મિલિયન (84 લાખથી વધુ) એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. Information Technology Act ની કલમ 4(1)(d) અને કલમ 3A(7) ની જોગવાઈઓનું પાલન કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે આ પ્રતિબંધ 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે લાગુ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ, નિયમોના ઉલ્લંઘનને કારણે 1.66 મિલિયન એકાઉન્ટ તુરંત બ્લોક કરવામાં આવ્યા હતા. બાકીના વોટ્સએપ એકાઉન્ટ્સની પહેલા તપાસ કરવામાં આવી હતી અને તેમને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. પ્રોએક્ટિવ રૂપથી 1.6 મિલિયનથી વધુ એકાઉન્ટને વોટ્સએપના મોનિટરિંગ દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્સ અગાઉ પણ પ્લેટફોર્મનો દુરુપયોગ કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
- સ્પૈમિંગ અને છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ પ્રતિબંધનું કારણ
ADVERTISEMENT
-બલ્ક મેસેજ મોકલવા
-ગેરમાર્ગે દોરનારી/હાનિકારક માહિતી શેર કરવાનું કારણ
ADVERTISEMENT
-ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે
-સેવાની શરતોનું ઉલ્લંઘન કારણ
ADVERTISEMENT
-10707 યુઝર્સ તરફથી ફરિયાદો મળ્યા બાદ 93% ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT