ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Instagram લાવી રહ્યું છે ધાંસૂ પ્લાન, જે આપશે TikTokને ટક્કર, જાણો ફીચર્સ

ટેક્નોલોજી / Instagram લાવી રહ્યું છે ધાંસૂ પ્લાન, જે આપશે TikTokને ટક્કર, જાણો ફીચર્સ

Last Updated: 02:50 PM, 27 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TikTok ને ટક્કર આપવા માટે Instagram હવે Reels ને એક અલગ એપ તરીકે લોન્ચ કરી શકે છે. જો કે હજુ સુધી આની પુષ્ટિ થઈ નથી.

ADVERTISEMENT

TikTok ને ટક્કર આપવા માટે Instagram એ એક જબરદસ્ત પ્લાન બનાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની Reels ને એક અલગ એપ તરીકે લોન્ચ કરી શકે છે. અમેરિકામાં TikTok પર પ્રતિબંધ લાગવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, મેટા-માલિકીનું ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે એક અલગ એપ્લિકેશન લાવી શકે છે. તેમાં માત્ર શોર્ટ-ફોર્મ વીડિયોસ હશે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ કંપનીના સ્ટાફને આ માહિતી આપી છે.

instagram_5.original

ઇન્સ્ટાગ્રામનો જરૂરી ભાગ બની ગઈ છે રીલ્સ

ઇન્સ્ટાગ્રામના વિશ્વભરમાં બે અબજથી વધુ મંથલી એક્ટિવ યૂઝર્સ છે અને તેમાંથી ઘણા ફક્ત રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર આવે છે. મોટાભાગના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ પ્લેટફોર્મ પર અડધાથી વધુ સમય ફક્ત રીલ્સ જોવામાં વિતાવે છે. વિશ્વભરમાં દરરોજ 17.6 મિલિયન કલાક જેટલી રીલ્સ જોવામાં આવે છે. એવામાં કંપની એક મોટું પગલું ભરી શકે છે અને રીલ્સને એક અલગ એપ તરીકે લોન્ચ કરી શકે છે. જોકે, ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

આ પણ વાંચો: ઈન્ટરનેટ વગર ચાલશે YouTube! બસ આ ટ્રિક અજમાવો, ડેટાની થશે મહાબચત

Reels ને એક અલગ એપ તરીકે લોન્ચ કરવા પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય અનિશ્ચિત છે, જ્યાં તેની માલિકી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

એડિટિંગ એપ પણ લોન્ચ કરશે મેટા

મેટાએ ગયા મહિને એક વીડિયો એડિટિંગ એપ્લિકેશન લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. TikTok ની માલિકી ધરાવતી કંપની Bytedance એ પણ Capcut નામની વીડિયો એડિટિંગ એપ્લિકેશન રજૂ કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની તેને ટક્કર આપવા માટે એક નવી એપ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જણાવી દઈએ કે મેટાએ 2018 માં પણ Lasso નામની એક વીડિયો શેરિંગ એપ લોન્ચ કરી હતી. તેને TikTok ને ટક્કર આપવા માટે લાવવામાં આવી હતી, પરંતુ તે સફળ ન થઈ અને બાદમાં કંપનીએ તેને બંધ કરી દીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Tech News TikTok
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ