બ્રેકિંગ ન્યુઝ
WhatsAppએ વધુ એક મોટુ એક્શન લીધુ છે. જેના હેઠળ લગભગ 76 લાખ WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી લગભગ 76,28,000 WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. તેમાંથી 14,24,000 એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT

રેકોર્ડ એકાઉન્ટ થયા બેન
મેટા ઓન્ડ WhatsAppએ કહ્યું છે કે તેમની તરફથી આઈટી નિયમ 2021ના ઉલ્લંઘનના આરોપ ફેબ્રુઆરી મહિનામાં 76 લાખ WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને ભારતમાં લગભગ 500 મિલિયનથી વધારે યુઝર્સ છે. રિપોર્ટ્સ અનુસાર ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 16,618 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી. તેના પહેલા જાન્યુઆરી મહિનામાં 67,28,000 WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

વધુ વાંચો: હવેથી ડિજિટલ ફોર્મેટમાં જ મળશે વીમા, ઇન્શ્યોરન્સ પોલિસીના નિયમોમાં આજથી ફેરફાર, જાણો વિગત
ADVERTISEMENT
એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું હોય તો શું કરશો?
જો તમારૂ એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું હોય તો તમે WhatsApp ઈમેલ કરીને રિવ્યૂ રિક્વેસ્ટ કરી શકો છો. આમ કરવા પર તમને SMSથી 6 ડિજિટ રજીસ્ટ્રેશન કોર્ડ નોંધવાનો રહેશે. તેના બાદ તમને ફરિયાદની સામે અમુક ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.