બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન ખતમ! આવી રહ્યું છે ન્યૂ ફીચર
Last Updated: 12:47 PM, 23 March 2026
દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સ માટે એક નવું અને ઉપયોગી ફીચર લાવવાની તૈયારીમાં છે. કંપની 15 મિનિટના Auto Delete મેસેજ ફીચર પર કામ કરી રહી છે જેના કારણે ચેટ નક્કી કરેલા સમય પછી આપોઆપ ડિલીટ થઈ જશે. WhatsApp ટૂંક સમયમાં એક નવું પ્રાઇવસી ફીચર રજૂ કરી શકે છે જે મેસેજ વાંચ્યા પછી થોડા જ સમયમાં તેને આપોઆપ ડિલીટ કરી દેશે. "After Reading" નામનું આ ફીચર હાલ ટેસ્ટ થઈ રહ્યું છે અને ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જે ઇચ્છે છે કે મેસેજ લાંબા સમય સુધી ફોનમાં ન રહે.
ADVERTISEMENT

ADVERTISEMENT
WhatsAppનું આ નવું ફીચર યુઝર્સને એવી સુવિધા આપશે કે તેઓ પોતાના મેસેજ નક્કી કરેલા સમયમાં આપોઆપ ડિલીટ કરી શકે. અત્યાર સુધી WhatsAppમાં Disappearing Messages ફીચર હતું જેમાં 24 કલાક, 7 દિવસ અને 90 દિવસના ઓપ્શન મળતા હતા. પરંતુ હવે કંપની તેમાં વધુ ઓછો સમય એટલે કે 15 મિનિટનો વિકલ્પ ઉમેરવા જઈ રહી છે. તેનો અર્થ એ છે કે જો તમે 15 મિનિટ સેટ કરશો તો તમારો મોકલેલો મેસેજ 15 મિનિટ પછી આપોઆપ ડિલીટ થઈ જશે.
રિપોર્ટ મુજબ WhatsAppનું આ ફીચર Disappearing Messagesમાં જ એક નવો વિકલ્પ તરીકે આવશે. યુઝરને ફક્ત ચેટ સેટિંગમાં જઈને Auto Delete અથવા Disappearing Messages ચાલુ કરવું પડશે અને 15 મિનિટનો સમય પસંદ કરવો પડશે. ત્યારબાદ તમે જે પણ મેસેજ મોકલશો તે નક્કી કરેલા સમય પૂરો થતાં જ આપોઆપ ગાયબ થઈ જશે. આ ફીચર પર્સનલ ચેટ અને ગ્રુપ ચેટ બંનેમાં કામ કરશે, જેથી યુઝર્સને વધુ સરળતા અને પસંદગી મળશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સરકાર દરેક સ્માર્ટફોનમાં કેમ ઈચ્છે છે Aadhaar એપ?, સેમસંગથી માંડીને અન્ય કંપનીઓ કેમ છે વિરોધ
ADVERTISEMENT
આજના સમયમાં ડિજિટલ પ્રાઇવસી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ઘણી વખત લોકો એવી વાતો કરે છે જે તેઓ લાંબા સમય સુધી સેવ રાખવા માંગતા નથી. એવા સમયમાં આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ફીચર ખાસ કરીને તેમના માટે ફાયદાકારક છે જે ઇચ્છે છે કે તેમની ચેટ આપોઆપ ડિલીટ થતી રહે અને જૂની માહિતી ફોનમાં ન રહે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.