ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 2026માં સોના-ચાંદીનો કેટલો રહેશે ભાવ? નિષ્ણાંતોએ કરી દીધી વિસ્ફોટક આગાહી

બિઝનેસ / 2026માં સોના-ચાંદીનો કેટલો રહેશે ભાવ? નિષ્ણાંતોએ કરી દીધી વિસ્ફોટક આગાહી

Published By: Mit Soni

Last Updated: 10:59 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં દિવસેને દિવસે સોનાના ભાવમાં આગ જરતી તેજી આવી રહી છે. અને સાના-ચાંદીના ભાવો આસમાને જઈ રહ્યા છે. ત્યારે 2025માં જેને સોના અને ચાંદીમાં રોકાણ કર્યુ છે તેમનું વર્ષ સુધરી ગયું છે. કારણ કે સોના ચાંદીના ભાવો નીચે આવવાની જગ્યાએ દિવસેને દિવસે ઉપર જ જઈ રહ્યા છે. ત્યારે લોકો હવે બીજી બધી જગ્યાએ ઓછુ અને સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. અને હવે સોના-ચાંદીને ફરી લોકો ભરોસાપાત્ર રોકાણ તરીકે જોઈ રહ્યા છે.

ADVERTISEMENT

સોના-ચાંદીએ 1 વર્ષમાં કેટલા ટકા રિટર્ન આપ્યું છે?

જો એક રિપોર્ટ મુજબ વાત કરવામાં આવે તો 2024માં ચાંદીની કિંમત માત્ર 85,146 રૂપિયા પ્રતિ કિલો હતી. હવે એક વર્ષ એટલે કે 2025માં તેની કિંમતમાં અંદાજે 144 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હાલ ચાંદીની કિંમતની વાત કરીએ તો તે 2 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. એજ પ્રમાણે સોનાના ભાવની વાત કરવામાં આવે તો તે તેની પણ કિંમત વધી રહી છે. ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન સતાવી રહ્યો છે શું સોનું 2026માં 2 લાખને પાર જશે કે તેની કિંમતમાં કોઈ ઘટાડો આવશે ?

vtv app promotion

2026ના વર્ષુનું કેવું છે અનુમાન?

શેર એન્ડ સ્ટોક બ્રોકર્સના ડાયરેક્ટરના અનુમાન મુજબ '2026માં પણ સોનું અને ચાંદી બંને મજબૂત સ્થિતિમાં રહી શકે છે, જો વળતરની વાત કરીએ તો 2025ની સરખામણીએ થોડો ઘટાડો આવી શકે છે. સાથે જ સોનાના ભાવો પણ સ્થિર રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જો ફાયદાની વાત કરવામાં આવે તો 2026માં સોના કરતા ચાંદી સારુ એવું રિટર્ન આપી શકે છે. IBJAના પ્રમુખ મુજબ આગામી સમયમાં સોનું 1.50 લાખથી 1.65 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તો ચાંદીના ભાવો 2.30 લાખથી 2.50 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જવાની સંભાવના છે.

વધુ વાંચો: આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે કરી શકશે વોટ્સએપ મેસેજ, ઈન્સ્ટા કોમેન્ટ નહીં

ચાંદી લેવી સારી કે સોનું લેવું સારુ

એક નિષ્ણાતે સોના અને ચાંદીમાં રોકાણ કરવા અંગે સલાહ આપતા કહ્યું કે સોનામાં લોન્ગ ટાઈમ માટે SIP કરવી એ સારો નિર્ણય હોઈ શકે છે. સોનાના ભાવો એટવા ઝડપથી વધતા નથી એટલે તે રોકાણને સ્થિરતા આપે છે, જ્યારે ચાંદીના ભાવો ઝડપથી વધે છે એટલે તેમાં મોટો નફો રળવાની શક્યતાઓ રહેલી છે.'ચાંદીમાં SIP દ્વારા રોકાણ કરી શકાય. ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ થતી હોય છે એટલે તે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold and Silver Latest Rate Silverprice Gold price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ