ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / what-to-do-when-phone-gets-into-water

NULL / Phone પાણીમાં પડી જાય તો પણ રૂપિયા ખર્ચ્યા વગર થઇ શકે છે રિપેર જાણો કેવી રીતે

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મોબાઇલને સાથે રાખવો હવે આપણી જરૂરીયાત બની ગઇ છે એવામાં ક્યારેક ફોન હાથમાંથી પડી જાય છે અને પાણીમાં પડી જાય છે અથવા વરસાદમાં પલળી જાય છે. જો કે કેટલીક મોબાઇલ કંપનીઓએ વોટરપ્રૂફ હેન્ડસેટ બનાવ્યા છે પરંતુ એનો ભાવ એટલો વધારે છે કે એ સામાન્ય માણસના હાથમાં નથી. જો આવું થઇ જાય તો મોબાઇલ પાણીમાં પડી ગયા બાદ પણ એ પૈસા ખર્ચ્યા વગર ચાલવા લાગે તો સારું રહેશે. જી હાં આવી સરળ ટ્રિક્સથી તમે પણ પોતાના પાણીમાં પડેલા ફોનને ખરાબ થતા બચી શકો છો. 

પાણીમાં પડેલી ફોનને તરત બહાર નિકાળી દો. જેટલી વાર સુધી ફોન પાણીમાં પડેલો રહેશે એટલું જ એના પાર્ટ્સ ખરાબ થવાના ચાન્સ વધારે થશે. પાણીમાં વધારે વખત સુધી પડ્યા રહેવાથી મોબાઇલ સર્કિટ પણ થઇ શકે છે. 



મોબાઇલને સ્ટાર્ટ કરતાં પહેલા એને ઉપરથી લૂછીને જલ્દીથી એની બેટરી બહાર નિકાળી દો. હવે કોઇ મુલાયમ કપડાંથી અંદરથી પણ લૂછી નાંખો.

મોબાઇલનું સિમ કાર્ડ પણ બહાર નિકાળી દો. જ્યાં સુધી ફોન સૂકાઇ ના જાય ત્યાં સુધી એમાં સિમ કાર્ડ નાંખશો નહીં. 
 
મોબાઇલને કોઇ ગેજેટ્સ સાથે કનેક્ટ કરીને રાખ્યો હોય તો એને નિકાળી દો. 



જો સ્ક્રીન ગાર્ડ લગાવેલું હોય તો એને પણ હટાવી દો. 

ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ક્યારેય પણ કરશો નહીં. હેર ડ્રાયર ગરમ હવા ફેંકે છે જેથી એના અંદરના પાર્ટ્સ પીગળી પણ શકે છે. 

જ્યારે બધા પાર્ટ્સને લૂછી નાંખો તો થોડાક સમય માટે એને તડકામાં રાખો. એનાથી થોડું પાણી ક્યાંય રહી ગયું હશે તો એ પણ નિકળી જશે. 



24 કલાક સુધી ફોનમાં બેટલી લગાવશો નહીં જ્યારે તમને લાગે કે એની અંદરના બધા પાર્ટસ સૂકાઇ ગયા છે ત્યારે જ બેટરી લગાવો. બેટરી લગાવતા પહેલા એને જરૂરથી ચાર્જ કરો. 

ત્યારબાદ પણ તમારો ફોન ઠીક થતો નથી તો એને સર્વિસ સેન્ટરમાં લઇ જાવ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ