બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 PM, 27 October 2025
ઓક્ટોબરમાં ભારતની અમેરિકાથી ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. જેને રશિયન તેલ પર નિર્ભરતા ઘટાડવા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના વેપાર તણાવને ઓછો કરવા તરફના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઊર્જા સલાહકાર કેપ્લરના ડેટા અનુસાર, 27 ઓક્ટોબર સુધીમાં, ભારતે અમેરિકાથી દરરોજ 5,40,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે 2022 પછીનું સૌથી ઉચ્ચતમ સ્તર છે.
ADVERTISEMENT
ક્રૂડની આયાતમાં રેકોર્ડ વધારો નોંધાયો
આ મહિનાના અંત સુધીમાં આ આંકડો 5,75,000 બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચવાની ધારણા છે. જ્યારે નવેમ્બર માટે બુકિંગ 4,00,000-4,50,000 બેરલ પ્રતિ દિવસ રહેવાની શક્યતા છે. આ વર્ષે અત્યાર સુધીના સરેરાશ 3,00,000 બેરલ પ્રતિ દિવસ કરતાં આ નોંધપાત્ર રીતે વધારે છે. કેપ્લરના પ્રિન્સિપલ રિસર્ચ એનાલિસ્ટ (રિફાઇનિંગ, સપ્લાય અને મોડેલિંગ) સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું કે યુએસ તેલ આયાતમાં આ વધારો મુખ્યત્વે આર્થિક કારણોસર થયો હતો.
ADVERTISEMENT
અમેરિકા પાસેથી ક્રુડ ખરીદવું નફાકારક
હકીકતમાં, બ્રેન્ટ અને WTI ક્રૂડ ઓઇલ વચ્ચે વધતા ભાવ તફાવત, યુએસ ઓઇલની સ્પર્ધાત્મક કિંમત અને ઘટતી ચીનની માંગને કારણે, ભારતીય રિફાઇનરીઓને યુએસ પાસેથી તેલ ખરીદવામાં નફાકારક લાગ્યું. જો કે, રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર રહ્યો છે, જે કુલ ભારતીય આયાતનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. ઇરાક બીજા ક્રમે છે, જ્યારે સાઉદી અરેબિયા ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમોમાં આવ્યા નવા નીર, આ ગામોને સાવચેત રહેવા સૂચના
ભારતે ધીરે ધીરે અમેરિકાથી આયાતમાં વધારો કર્યો
ADVERTISEMENT
સરકારી અને તેલ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય ઓઇલ રિફાઇનરીઓએ તાજેતરના મહિનાઓમાં યુએસ મિડલેન્ડ WTI અને માર્સ ગ્રેડ ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો છે. આનો હેતુ સપ્લાય સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવા અને યુએસ સાથે સહયોગનો સંકેત આપવાનો છે. આ ફેરફાર એવા સમયે આવ્યો છે. જ્યારે રશિયન તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પશ્ચિમી પ્રતિબંધો વધુ કડક બન્યા છે. ભારતીય રિફાઇનરીઓ પણ આ કંપનીઓ પાસેથી તેલ ખરીદી રહી છે.
અમેરિકા સાથે તણાવ ઓછો કરવાનો ઉદ્દેશ્ય
ADVERTISEMENT
જોકે, યુએસ ઓઇલ આયાતમાં વધારો ભારતની યુએસ સાથેના વેપાર તણાવને ઓછો કરવાની હાલની વ્યૂહરચના સાથે જોડવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઓગસ્ટમાં ભારતમાંથી આયાત કરાયેલા માલ પર 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા હતા. આમાંથી, રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ દંડ તરીકે 25 ટકા ડ્યુટી લાદવામાં આવી હતી.
અમેરિકાને રાહત આપવા આ ખરીદ વધારો
ADVERTISEMENT
જોકે, રિટોલિયાએ યુએસ ઓઇલ આયાતમાં થયેલા આ વધારાને કામચલાઉ ગણાવતા કહ્યું કે, જ્યારે આ વધારો ભારતની રિફાઇનિંગ તકોનો લાભ લેવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, તે લાંબા ગાળાનું વલણ નથી. લાંબા અંતરના શિપમેન્ટ, ઊંચા નૂર ચાર્જ અને યુએસ ઓઇલનું હળવું માળખું આને મર્યાદિત કરે છે. રિટોલિયાએ એમ પણ કહ્યું કે યુએસ ઓઇલ ખરીદીમાં વધારો ચોક્કસપણે યુએસને વ્યૂહાત્મક સંદેશ મોકલવાનો પ્રયાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.