બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / What are you talking about Four-year-old Tania also has her own mobile in Britain

OMG / શું વાત કરો છો? બ્રિટનમાં ચાર વર્ષના ટેણીયા પાસે પણ પોતાનો મોબાઇલ

Published By: Ravi

Last Updated: 09:59 PM, 6 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં બાળકોમાં મોબાઇલ સહિતના ગેઝેટસનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે બ્રિટનમાં કરાયેલા એક સર્વેના આંકડા ચોંકાવનારા છે. બ્રિટનમાં ચારથી દસ વર્ષની વયના અનેક બાળકોનો પોતાનો સ્માર્ટફોન છે. એટલું જ નહીં, વર્ષ 2019 માં સ્માર્ટફોન ધરાવતા નવથી દસ વર્ષની વયની બાળકોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

  • બ્રિટનમાં ચાર વર્ષના ટેણીયા પાસે પણ પોતાનો મોબાઇલ
  • દુનિયાભરમાં બાળકોમાં મોબાઇલ સહિતના ગેઝેટસનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે
  • બ્રિટનમાં ચારથી દસ વર્ષની વયના અનેક બાળકોનો પોતાનો સ્માર્ટફોન છે

બ્રિટનમાં ચારથી દસ વર્ષની વયના અનેક બાળકોનો પોતાનો સ્માર્ટફોન છે

મીડિયા રેગ્યુલેટર ઓફકોમે ધ એજ ઓફ ડિજિટલ ઇન્ડિપેન્ડન્સના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપી છે. તેમાં જણાવ્યા મુજબ ત્રણથી ચાર વર્ષની વયના 24 ટકા બાળકો પાસે પોતાનું ટેબ્લેટ છે. તેમાંના 15 ટકા બાળકોને 24 કલાક આ ગેજેટ્સ તેમની સાથે રાખવાની મંજૂરી છે. આ સંસ્થાએ વર્ષ 2019 માં બાળકોની સોશ્યલ મીડિયાની ટેવો અને તેમના અન્ય પ્રકારનાં ગેજેટ્સના ઉપયોગ અંગે સંશોધન કર્યું હતું. ઓફકોમના અહેવાલ મુજબ મોબાઇલ ફોનન બાળકોની પહેલી પસંદ તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમના માતાપિતા કહે છે કે આજનાં બાળકો ઇન્ટરનેટ વિના દુનિયાને જાણતા નથી.

દસ વર્ષથી વધુ ઉંમરના બાળકો મોટે ભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે

દસ વર્ષથી વધુ ઉંમરના બાળકો મોટે ભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેઓ સામાજિક કારણો અને સંસ્થાઓ પ્રત્યે સક્રિય રહે છે અને તે વિષયમાં પોતાનો અભિપ્રાય પણ વ્યકત કરે છે. રિપોર્ટ અનુસાર, 18 ટકા બાળકો કોઇને કોઇ પોસ્ટ પર શેર કરે છે અથવા ટિપ્પણી કરે છે. અહેવાલ મુજબ દુનિયાભરમાં જાણીતી બનેલી 17 વર્ષિય એન્વાયર્નમેન્ટ એકટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પણ તેના માટે જવાબદાર છે. ઘણા બાળકો તેને ફોલો કરે છે અને તેની પોસ્ટ અને સ્પીચ પર સોશિયલ મિડીયામાં પોતાનો અભિપ્રાય આપે છે. 45 ટકા માતાપિતા જોકે માને છે કે મોબાઇલ જેવા ગેઝેટસના જોખમો છે.પરંતુ બાળકોન ઇન્ટરનેટનો ઉપયોગ કરે તેના અનેક ફાયદા પણ છે.જોકે, રિપોર્ટ બાદ માતા-પિતાની ચિંતા વધી ગઈ છે.

તેમને લાગે છે કે બાળકો એવું કન્ટેન્ પણ જોઈ રહ્યાં છે, જે આ ઉંમરમાં તેમણે જોવું ન જોઇએ.તેનાથી નુકસાન પણ થઇ રહ્યું છે. ઉપરાંત 80 ટકા બાળકો સોશિયલ મીડિયા પર ઓન ડિમાન્ડ વિડિયો જુવે ​​છે, જ્યારે 62 ટકા વોટ્સએપમાં રુચિ ધરાવે છે. આ ઉપરાંત પાંચથી 15 વર્ષની વયના 48 ટકા અને 71 ટકા છોકરીઓ ઓનલાઇન રમતો રમે છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Britan Children Mobile SmartPhone Technology OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ