ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વોટ્સઅપ પર આવતા વેડિંગ કાર્ડને ડાઉનલોડ કરનારા ચેતી જજો, નહીંતર થઇ જશો સાયબર ક્રાઇમના શિકાર

ટેક્નોલોજી / વોટ્સઅપ પર આવતા વેડિંગ કાર્ડને ડાઉનલોડ કરનારા ચેતી જજો, નહીંતર થઇ જશો સાયબર ક્રાઇમના શિકાર

Last Updated: 09:25 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કેમર્સ આ દિવસોમાં ખૂબ જ સક્રિય થઈ ગયા છે અને દરરોજ તેઓ કોઈને કોઈ રસ્તો શોધીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક કિસ્સો આજકાલ લોકોમાં ચર્ચામાં છે. જ્યાં સ્કેમર્સ  લગ્નના કાર્ડનો સહારો લઈ રહ્યા છે.

ADVERTISEMENT

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને લોકો પાસે ઇન્વિટેશન પહોંચવાના શરૂ થઈ ગયા છે. જોકે બદલાતા સમયમાં લોકોને ઇન્વિટેશન આપવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હાલના આધુનિક યુગમાં હવે લોકો લગ્નના કાર્ડ પણ Whatsapp પર જ મોકલી દે છે. જેથી લોકોનો સમય પણ બચે છે. આની માટે વેડિંગ કાર્ડની PDF બનાવે છે અને પોતાના સગા-સંબંધીઓને મોકલે છે. પરંતુ સ્કેમરે આમા પણ નવો સ્કોપ શોધી લીધો છે.      

આ 'વેડિંગ ઇન્વિટેશન સ્કેમ' ની માહિતી હિમાચલ પ્રદેશ પોલીસ અધિકારીએ આપી છે. તેમણે જણાવ્યું કે ક્યારે સ્કેમર્સ કોઈ કાર્ડના માધ્યમે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે અને ફસાવી રહ્યા છો. અને ડાઉનલોડ કરતાં જ તમારો ફોન હેક થઈ જાય છે. આ સ્કેમ માટે સ્કેમર્સ તમને વેડિંગ કાર્ડની PDF મોકલે છે. જે જોવામાં બિલકુલ ઓરીજનલ જેવી જ હોય છે.

PROMOTIONAL 9

આ સ્કેમ ત્યારે શરૂ થાય છે કે જ્યારે કોઈ અજાણ્યા નંબરથી WhatsApp પર લગ્ન માટે નકલી આમંત્રણ આવે છે. લોકો જોઈ જાણીતી વ્યક્તિનું હશે એમ વિચારીને આ ઇન્વિટેશન કાર્ડને જોવા માટે ફાઇલ ડાઉનલોડ કરે છે, જેથી સ્કેમર્સ ફોનને કંટ્રોલ કરી શકે છે. આ સ્કેમમાં આપણી કોન્ટેક્ટ લિસ્ટ સહિત તમામ માહિતી સ્કેમર્સ પાસે જતી રહે છે, જેમાં મેસેજ મોકલી શકે છ અને પૈસા માંગી શકે છે. આ સિવાય બીજી પર્સનલ માહિતીનો ખોટો ઉપયોગ કરીને બ્લેકમેલ પણ કરી શકે છે.    

આને ડાઉનલોડ કારતા જ તમારો ફોન હેક થઈ જશે અને એક્સેસ સાઇબર ક્રિમિનલને મળી જશે. જે પછી તમે તમારો કોઈ પણ રીતે ઉપયોગ કરી કરી શકે છે. આ બાબતે માહિતી આપતા અધિકારી કહ્યું કે સ્કેમર સૌથી પહેલા તમને PDF મોકલે છે. જેને ડાઉનલોડ કરતા જ તમારા ફોનની એક્સેસ સ્કેમર્સને મળી જાય છે. આ પછી સ્કેમર્સ તમારા ફોનમાંથી તમારી જાણકારી વિના એકાઉન્ટ ખાલી કરી શકે છે.

વધુ વાંચો:સેલ્ફીના ચક્કરમાં બેન્ક બેલેન્સ થઈ જશે તળિયા ઝાટક, હેકર્સના આ નવા સ્કેમથી હડકંપ

લગ્નનું કાર્ડ

આ ફોટો  એક્સ પર @Sarvesh280989 નામે એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવી છે. આ સમાચાર લખ્યાની અમુક સેંકડોમાં લોકોએ તેને જોયો અને પસંદ કર્યો છે અને લોકો તેના પર પોતાની કોમેન્ટો કરી છે. એક યૂઝરે લખ્યું કે, 'આજકાલ સ્કેમર્સ પણ ખૂબ જ હોંશિયાર થઇ ગયા છે.' જ્યારે બીજાએ લખ્યું, 'આવા આમંત્રણો ખોલતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, જો કોઈને ખબર પડે કે બીજાના લગ્ન થઈ રહ્યા છે, તો તે કોઈ બીજા દ્વારા બરબાદ થઈ જાય છે.'  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wedding invitation cyber scam WhatsApp scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ