ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / આખરે ખેડૂતો માટે ખુશખબર! આ તારીખ પછી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત, હવામાન વિભાગની આગાહી
Last Updated: 07:47 AM, 5 November 2025
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા દસ દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો હતો અને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે રાહત આપનારી છે.
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ દૂર થતાં રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે, પરંતુ ખેડૂતો માટે વધારે ચિંતા ઉભી કરે તેવા વરસાદની કોઇ આગાહી નથી. આ સિસ્ટમની અસર ઘટતા હવે રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધશે તેવી સંભાવના છે, જેની રાહ રાજ્યના લોકો જોઈ રહ્યા હતા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોની હવામાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. જે અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ થોડા વિસ્તારોમાં છુટોછવાયા વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં હજુ આજનો દિવસ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 8 થી 11 નવેમ્બર દરમિયાન વાદળવાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે હવામાનમાં ઠંડકનો અહેસાસ થશે. આ સમયગાળો રવી પાકો માટે લાભદાયી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કડકડતી ઠંડી પહેલા કહેરનો રાઉન્ડ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની 'ડેન્જર' આગાહી
ADVERTISEMENT
આગામી સમયગાળાની વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 18 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થઈ શકે છે, જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ ચક્રવાતના કારણે 23 થી 26 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ બનશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ