બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અ'મરેલી'માં ભયાનક વરસાદની હવામાનની આગાહી, મેઘરાજા તાંડવ મચાવશે
Last Updated: 10:31 PM, 29 October 2025
Amreli News : ગુજરાત પર હાલમાં તો જાણે કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ છે. કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોને રાતેપાણીએ રોવાનાં વારા આવ્યા છે. મોઢા સુધી આવી ગયેલો કોલીયો કુદરતે છીનવી લીધો છે. કમોસમી વરસાદનાં કારણે તૈયાર પાક પલળી ગયો છે. હાલ તો કુદરત રૂઠતા ખેડૂત સરકાર સામે નજર રાખીને બેઠો છે. જો કે સરકારે પણ આ તો કુદરતી આફત છે તેમાં કોઇ શું કરી શકે તેમ કહીને સર્વેની બાંહેધરી આપીને પરોક્ષ રીતે હાથ ઉંચા કરી દીધા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગની ડરામણી આગાહી
બીજી તરફ હવામાન વિભાગની ડરામણી આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજુલા-જાફરાબાદમાં તીવ્ર માવઠું પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જાફરાબાદમાં લોકોને એલર્ટ કરાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. અમરેલીમાં માવઠાએ પહેલાથી જ તારાજી મચાવી છે ત્યાં વધારે એક આગાહીથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે.
ADVERTISEMENT
ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ
ADVERTISEMENT
અમરેલી જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. માવઠાના કારણે અમરેલીના ખેડૂતોના પાકને થયું છે મોટું નુકસાન થયું છે. ફરી એકવાર ભારે વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.