બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કામ વગર ઘરની બહાર ન નીકળતા! સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે કોલ્ડવેવની આગાહી

આગાહી / કામ વગર ઘરની બહાર ન નીકળતા! સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે કોલ્ડવેવની આગાહી

Last Updated: 11:40 AM, 15 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. ત્યારે ઉત્તર ભારત પ્રદેશમાંથી પવન આવતા ઠંડી વધી છે. તેમજ રાજ્યનાં મોટા ભાગનાં શહેરમાં 10 થી 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તર ભારત પ્રદેશમાંથી પવન આવતા ઠંડી વધી છે. મોટાભાગનાં શહેરમાં 10 થી 14 ડિગ્રી આપસાપ તાપમાન નોંધાયું હતું. હજુ પણ ઠંડી યથાવત રહેશે. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં ઠંડુગાર બન્યું હતું. અમદાવાદનું 12.5 ડિગ્રી તાપમાન, વડોદરાનું 10 ડિગ્રી તાપમાન, ભુજનું 11.2 ડિગ્રી તાપમાન, દાહોદનું 7.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. તેમજ માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી તા. 16 થી 22 ડિસેમ્બર દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે.

વધુ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલનો કોરોનાકાળમાં પણ મોટો કાંડ! હોસ્પિટલ ભાડે રાખી રળ્યો કરોડો રૂપિયાનો નફો

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું

આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાન અંગે આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં હજી આકરી ઠંડી પડવાની શક્યતા છે. જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડતોડ ઠંડી પડશે. આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Department cold forecast Weather Department cold wave forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ