બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 PM, 21 June 2025
ભારત એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્ય, દરેક જગ્યાની પોતાની આગવી ઓળખ અને સુંદરતા છે. પછી ભલે તે ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પહાડો હોય કે દક્ષિણમાં દરિયાકિનારા - દરેક જગ્યાએ કંઈક ખાસ છે. જયારે કેરળની વાત આવે ત્યારે અહીં એક્સ્પ્લોર કરવા માટે ઘણી જગ્યાઓ છે. જેના વિશે તમને જાણકારી હશે, જયારે ઘણી એવી જગ્યાઓ પણ છે કે જે ઓછી જાણીતી છે. જેમાંથી એક છે પુવાર. કેરળમાં આવેલી આ જગ્યા ઓછી જાણીતી છે, પણ અત્યંત સુંદર સ્થળ છે. પુવારમાં માલદીવની જેમ ફ્લોટિંગ વિલા પણ છે. આ વિલામાં રહી પણ શકાય છે. આ એક અનોખો જ અનુભવ આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પુવારમાં મેનગ્રૂવ ફોરેસ્ટમાં શાંત અને સ્વચ્છ વાતાવરણ મળી જશે, અહીં ભીડ ઓછી હોય છે, ટ્રાફિકનો કોઈ શોરબકોર નથી હોતો - ફક્ત પ્રકૃતિની એક સુંદર કવિતા, જે દરેક જગ્યાએ વહે છે. અહીં ફરવાની ખરી મજા બોટ રાઇડમાં છે. અહીં બેકવોટર બોટિંગ કરવાની મજા અનોખી છે. જયારે બેકવોટર બોટિંગ કરો ત્યારે એવું લાગશે કે હોલીવૂડના એનાકોન્ડા ફિલ્મનો કોઈ સીન ચાલી રહ્યો છે, અહીંના મેનગ્રૂવ ફોરેસ્ટનો નજારો હોય છે જ એવો કે એવું લાગશે કે કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હોય. આ સ્થળને "ફૂલોની નદી" પણ કહેવામાં આવે છે. કારણ? નદીની બંને બાજુ ફેલાયેલી સુંદર ફૂલો અને છોડથી ભરેલી હરિયાળી જે કોઈને મોહિત કરી શકે છે.
ADVERTISEMENT
જંગલોમાં આગળ જઈને સ્પીડમાં ચાલતી બોટ ધીમી કરીને બોટ ચાલક તમને અહીની સુંદરતાને આંખોમાં ભરી લેવાનો સમય પણ આપે છે. આગળ જઈને સાંકડી ગલીઓ ચાલુ થાય છે, ચારેબાજુ ગાઢ જંગલ, ઝાડીઓ અને ઉપર ઝાડ પણ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે તડકો પણ ભાગ્યે જ જમીન સુધી પહોંચે છે. હવા એટલી ઠંડી અને તાજગીભરી હોય છે કે દરેક શ્વાસ મનને અંદરથી શુદ્ધ કરી રહ્યો હોય તેવું લાગે છે. આ સ્થળ પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. આ સ્થળ ફક્ત તેની કુદરતી સુંદરતા માટે જ નહીં પણ બર્ડ વોચિંગ માટે પણ જાણીતું છે. સફર દરમિયાન, ઘણા દુર્લભ પક્ષીઓ ઘણી નજીકથી જોવા મળી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બોટની કિંમત વિશે વાત કરીએ તો, તમે ભાવતાલ કરાવી શકો છો, શરૂઆતમાં, હોડીવાળાઓ ₹6000 સુધી ભાવ કહેશે, પણ તમે યોગ્ય રીતે વાત કરીને ₹3000 માં પણ 3 કલાકની અદ્ભુત સવારી મેળવી શકો છો. આમાં બેકવોટર દ્વારા ગોલ્ડન સેન્ડ બીચ પર લઈ જવામાં આવે છે, જ્યાં નદી અને દરિયાનો સંગમ જોવાનો અનુભવ પણ અનોખો રહે છે. બોટ ચાલક એલીફન્ટ રોક પણ બતાવશે. પાણીમાં વચ્ચે આવેલો આ મોટો પથ્થર હાથીના આકારનો હોવાથી આને એલીફન્ટ રોક કહવામાં આવે છે.

ADVERTISEMENT
ગોલ્ડન સેન્ડ બીચ અહીંની સોનેરી રેતી માટે પ્રખ્યાત છે. બીચની રેતીમાં ખરેખર સોનેરી છે, જે ખાસ કરીને સૂર્યાસ્ત સમયે વધુ ચમકે છે. તમે આવો નજારો ભાગ્યે જ જોયો હશે. બીચ પર કેટલાક નાના ફૂડ સ્ટોલ પણ છે, જ્યાં તમે તાજા નાળિયેર પાણીનો આનંદ માણી શકો છો અથવા ગરમાગરમ મેગી ખાઈ શકો છો. કુદરતી દૃશ્યો વચ્ચે બેસીને કંઈક હળવું ખાવાથી એક અલગ પ્રકારનો આરામ મળે છે.
આ પણ વાંચો: 100 વર્ષ જૂની ટ્રેન તમને લઈ જશે સીધા ‘સ્વર્ગમાં’, જ્યાં વાહનોને પણ છે નો એન્ટ્રી
જો કે આ બીચ ખૂબ જ સુંદર અને આકર્ષક છે, પરંતુ સલામતીના કારણોસર અહીં સ્નાન કરવાની મનાઈ છે. ફક્ત કિનારા પર બેસીને મોજા જોવાની પણ મજા આવી જાય છે. અહીંથી સનસેટ જોવું એ એક લ્હાવો છે. જો તમારું બજેટ વધારે હોય તો અહીંના સુંદર રિસોર્ટમાંથી એકમાં રહી શકો છો. અહીં ઘણા લકઝુરિયસ રિસોર્ટ છે, જ્યાંથી બેકવોટર અથવા બીચ જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.