બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / કેરળનો એક એવો વિસ્તાર, જે મસાજ માટે છે ખૂબ જ ફેમસ, ગુજરાતીઓનો છે ફેવરિટ

મોડર્ન મુસાફિર / કેરળનો એક એવો વિસ્તાર, જે મસાજ માટે છે ખૂબ જ ફેમસ, ગુજરાતીઓનો છે ફેવરિટ

ભટકતી આત્મા

Last Updated: 04:41 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાં ઘણી જગ્યાઓ છે જ્યાં ફરવાની ઘણી મજા આવે છે. મુન્નારથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે ઠેકડી. જો તમે પ્રકૃતિના ખોળામાં શાંતિ અને સાહસ બંનેનો અનુભવ કરવા માંગતા હો, તો ઠેકડી એક બેસ્ટ જગ્યા છે.

જો તમે પ્રકૃતિના ખોળામાં શાંતિ અને સાહસ બંનેનો અનુભવ કરવા માંગતા હો, તો ઠેકડી એક બેસ્ટ જગ્યા છે. કેરળના ગાઢ જંગલો અને મસાલાઓની હળવી સુગંધથી ભરેલા આ સુંદર હિલ સ્ટેશનના દરેક વળાંક પર કંઈક નવું જોવા મળે છે. પેરિયાર વાઈલ્ડલાઈફ સેન્ચુરીના શાંત તળાવમાં બોટ રાઈડ, હાથીઓની ઝલક અને જંગલની રહસ્યમય શાંતિ - આ બધું મળીને ઠેકડીમાં વિતાવેલી દરેક ક્ષણ એક યાદગાર અનુભવ બની જાય છે. આ સ્થળ ફક્ત ફરવા માટે જ નથી, પણ પોતાને શોધવા અને પ્રકૃતિ સાથે જોડાવાની તક પણ આપે છે.

કેરળમાં ઘણી જગ્યાઓ છે જ્યાં ફરવાની ઘણી મજા આવે છે. મુન્નારથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે ઠેકડી. કારથી ત્યાં પહોંચતા બે અઢી કલાક જેટલો સમય લાગે છે. રસ્તો થોડો ડુંગરાળ છે એટલે બને તો મુન્નારથી વહેલા નીકળો એટલે ઠેકડી વહેલા પહોંચી શકાય. આ એક સારી રોડ ટ્રીપ થઈ જશે. ઠેકડીની વાત કરીએ તો અહીં વાઈલ્ડલાઈફ સેન્ચુરી છે. અહીં ગાઢ જંગલો જોવા મળશે, ઘણા પ્રાણીઓ પણ જોવા મળશે. આ જગ્યા અહીંના મસાલાના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીં અંજીર, બેરી, બીજા ઘણા ડ્રાય ફ્રુટ અને કાળા મરી, એલચી, તમાલપત્ર, લવિંગ જેવા બીજા ઘણા સૂકા મસાલા મળી જશે.

જો કોઈ સ્પાઇસ ગાર્ડન વિઝીટ કરશો તો મસાલાના ઝાડ પણ જોવા મળશે, તે ખૂબ જ અલગ અનુભવ છે. અને આ મસાલાના ઝાડ જોઇને ઘણું આશ્ચર્ય પણ થશે કેમ કે આપણે ત્યાં તો આ વસ્તુઓ જોવા જ નથી મળતી. જો તમે પણ મસાલાના બગીચામાં જાઓ, તો અંદર સ્ટોર્સ હોય છે જ્યાંથી મસાલા ખરીદવાનું ન ભૂલતા. અહીં હાથીને લગતી કેટલીક એક્ટીવીટી પણ થાય છે. જો તમને એ પસંદ હોય તો તમે કરી શકો છો.

ઠેકડીમાં રહેવા માટે હોટલ તો મળી જ જશે પણ હોમ સ્ટે પણ સારો વિકલ્પ છે. અહીં પેરિયાર નેશનલ પાર્ક છે - વાઘ અને હાથીનું રિઝર્વ, જે ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. વચ્ચે એક મોટું તળાવ પણ છે, જેમાં બોટ રાઈડ કરીને જંગલમાં 7 થી 8 કિલોમીટર અંદર સુધી જઈ શકાય છે. બોટ રાઈડ દરમિયાન ઘણા પક્ષીઓ, જંગલી ભેંસ અને હરણ વગેરે જોવા મળી શકે છે. જો તમે નસીબદાર રહ્યા તો વાઘ અને હાથી પણ જોવા મળી જશે.

વાઘ જોવા હોય તો પેરિયાર નેશનલ પાર્કમાં જીપ સફારી માટે પણ જઈ શકાય છે. જયારે જીપ સફારીથી જગલમાં જાઓ તો ખૂબ જ મનોહર દ્રશ્યો જોવા મળી જશે. એવું લાગશે કે કોઈ હોલીવુડ ફિલ્મ ચાલી રહી છે. આ જગ્યાએ એકવાર તો આવવું જ જોઈએ. નહીં તો જીવનનો એક વાર કરવાનો અનુભવ ચૂકી જશો. નેશનલ પાર્કમાં ફરવામાં લગભગ 3-4 કલાક લાગશે અને થોડી ભીડ પણ જોવા મળશે. સાથે જ આ નેશનલ પાર્કથી તમે અહીંના મર્ચન્ડાઇઝ ખરીદી શકો છો, જેમાં ટી-શર્ટ, કેપ, જંગલી પ્રાણીઓની નાની મૂર્તિ જેવી વસ્તુઓ મળી જશે, જે કોઈને ગિફ્ટ આપવા માટે સારી રહેશે.

vtv app promotion

સાંજે ઠેકડીમાં માર્શલ આર્ટસનો પ્રોગ્રામ થાય છે. આને બિલકુલ મિસ ન કરતા. આ એક અનોખો જ અનુભવ આપશે. આ પ્રોગ્રામમાં તમને કેરળની સંસ્કૃતિને વધુ નજીકથી જોવા મળશે. જો બાળકો સાથે હોય તો ચોક્કસ જોવો જોઈએ, તેમને ઘણી મજા આવશે. ઠેકડીમાં પણ ચોકલેટની દુકાન મળી જશે, જ્યાંથી ચોકલેટ વગેરે ખરીદી શકો છો. ઉપરાંત, કેરળ મસાજ માટે પ્રખ્યાત છે, તમે ઠેકડીમાં વિવિધ પ્રકારના મસાજ કરાવી શકો છો. અહીં આસપાસ ગાઢ જંગલોને લીધે રાતે કદાચ એકલ-દોકલ પ્રાણી પણ જોવા મળી જશે. એટલે રાતે એકલા બહાર રખડવા ન જવું.

આ પણ વાંચો: માથેરાનમાં ચોમાસાની ટ્રીપ, જતા પહેલા જાણી લેજો, ક્યાં ખાશો, શું સાથે રાખશો? તકલીફ નહીં પડે

હવે એક ઇન્ટ્રસ્ટ્રીંગ વાત કહું કેરળ વિશે, આ એક ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. અહીં તમે ફરવા આવો ત્યારે તમને જે ઘરો જોવા મળશે, આ બધા જ ઘરો એટલા સુંદર અને મોટા છે, અને એવું નથી કે કેરળમાં કોઈ ખાસ જગ્યાએ જ આવું જોવા મળે છે. આવું આખા કેરળમાં જોવા મળશે. કેરળમાં કશે પણ રસ્તા પર એક ખાડો જોવા નહીં મળે. અહીં ભાગ્યે જ કશે ટ્રાફિક જોવા મળે છે અને અહીંનું હવામાન પણ એટલું સારું રહે છે કે અલગ જ અનુભવ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kerala Tourism VTV Special Thekkady
ભટકતી આત્મા

ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ