બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:36 PM, 21 June 2025
જ્યારે જીવનની ભાગદોડમાંથી થોડી રાહત જોઈતી હોય તો અને થોડી શાંતિપૂર્ણ ક્ષણો પસાર કરવી હોય તો કેરળમાં એલપ્પી બેસ્ટ જગ્યા છે. 'પૂર્વનું વેનિસ' તરીકે ઓળખાતું એલેપ્પી તેના શાંત પાણી, લીલા કિનારા અને સુંદર લાકડાની હાઉસબોટ માટે પ્રખ્યાત છે. જેમ જેમ હાઉસબોટ તળાવના શાંત પાણીમાં ધીમે ધીમે તરતી રહે છે, તેમ તેમ શાંતિ અને આનંદની અદ્ભુત અનુભૂતિ થાય છે. આ સફરમાં શહેરની કોઈ ભીડ કે ઘોંઘાટ નથી હોતો - ફક્ત પ્રકૃતિના ખોળે કેટલીક ક્ષણો વિતાવી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
એલપ્પીમાં હાઉસબોટમાં રહેવું હોય તો બપોરે લગભગ 12 વાગે ચેકઇન ટાઈમ હોય છે અને ચેક આઉટ ટાઈમ 11 વાગે. પહેલા જ જો તમે કહી દીધું હોય કે તમારે શું ખાવું છે તો હાઉસબોટમાં લંચમાં તમારા માટે એ જ વાનગી બનાવવામાં આવે છે. લંચ થઈ જાય એટલે હાઉસ બોટ રાઈડ પર લઈ જાય છે, જેની ખૂબ જ મજા આવે છે. ખુશનુમા વાતાવરણ, ચારે બાજુ પાણી, નારિયેળના ઝાડ, દૂર-દૂર દેખાતો કિનારો, એટલું મનોહર દ્રશ્ય જોવા મળે છે કે આ Once in a lifetime એક્સપીરીયન્સ બની જાય છે. આ ખૂબ જ રોમેન્ટિક રાઈડ હોય છે.
ADVERTISEMENT
જો હનીમૂન માટે કે કપલ માટે ફરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો આનાથી બેસ્ટ કશું જ ન હોઈ શકે. જેમ-જેમ બોટ આગળ જાય છે, એમ એમ થાય છે કે આવો અનુભવ આખા ભારત કશે જ નહીં મળે. આ અનુભવને 10/10 રેટિંગ આપીશ. જો હાઉસ બોટ વિશે વાત કરીએ, તો તમને જોઈએ એ પ્રમાણેની પાંચ બેડરૂમ સુધીની મોટી હાઉસબોટ મળી જાય છે. હાઉસબોટમાં બેડરૂમ, સિટિંગ એરિયા, એક કિચન હોય, જેમાં એક કેપ્ટન સાથે મુસાફરોની સુવિધા માટે કિચન અને હેલ્પરનો સ્ટાફ પણ હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કાશ્મીરમાં હાઉસબોટ એક જ જગ્યાએ રહે છે, પણ અહીંની હાઉસબોટ બેકવોટરમાં અંદર સુધી લઈ જાય છે. જે એક ખૂબ જ સારો અનુભવ હોય છે. સાંજે નાસ્તામાં પણ તમે જે કહો એ વાનગી બની જાય છે. બોટ પર નાસ્તો અને ચા પીતા-પીતા સનસેટની મજા આવશે. આ એક એટલો આનંદદાયક અનુભવ બની જશે કે જે જીવનમાં એકવાર તો કરવો જ જોઈએ. ડિનર પણ બોટ પર જ મળી જશે. આ બોટ પર કોઈ નાની પાર્ટી કરવી હોય કે મૂવી નાઇટ કરવી હોય, બધી જ સુવિધાઓ મળી જાય છે.

ADVERTISEMENT
બોટમાં જ મ્યુઝિક સિસ્ટમ, ટીવી વગેરે હોય છે, જેથી તમે તમારા મૂડ પ્રમાણે તમને ગમે એ વસ્તુ પસંદ કરી શકો છો. રાત્રે બોટ એક જગ્યાએ પાર્ક કરેલી હોય છે અને ડિનર પછી આરામથી ચિંતા વિના ઊંઘ પણ આવી જાય છે. હવે સવાલ એ ઉઠતો હશે કે આ સેફ તો છે ને? તો જણાવી દઉં કે આ એકદમ સેફ હોય છે, બોટ પર હાજર સ્ટાફ મુસાફરોની સેફટીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. બીજા દિવસે સવારે નાસ્તો કરીને અડધો કલાક ફેરવીને બોટ એ જ જગ્યા પર ઉતારે છે કે જ્યાંથી તમે બોટ પર ચઢો છો.
આ પણ વાંચો: ચોમાસામાં ટ્રેકિંગ, કેમ્પિંગ કરવું હોય, તો પહોંચી જાવ અહીં, 3 દિવસમાં થશે સ્વર્ગનો અનુભવ
જો તમે હાઉસબોટમાં રહેવા માંગતા નથી, તો તમારી પાસે બીજો ઓપ્શન એ છે કે તમે સવારથી સાંજ માટે બોટ ભાડે લઈ શકો છો. રાતે હોટલમાં રોકાઈ જજો. પણ કેરળ આવીને હાઉસબોટમાં રહેવાનો અનુભવ કરવો જ જોઈએ. હાઉસબોટના ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ થઈને 15000 રૂપિયા સુધીની મળી જશે. એ તમારા બજેટ પર આધાર રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ભટકતી આત્મા is a passionate travel blogger and shares her exploration around India only on VTV Digital.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.