બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / vtv exclusive traffic rules violation by gujarat government officers
ADVERTISEMENT
સરકારના અધિકારીઓ દ્વારા નિયમનો કરાયો ભંગ
રાજ્યમાં નવો ટ્રાફિક નિયમ લાગૂ થઇ ગયો છે સરકાર લોકોને નિયમો પાડવા કહી રહી છે પરંતુ સરકારના જ અધિકારીઓના ડ્રાઇવર સચિવાલયમાં નિયમો ભંગ કરી રહ્યાં છે. મોટા મોટા અધિકારીઓના ડ્રાઇવર નિયમોનો ભંગ કરતા વીટીવીના કેમેરામાં કેદ થયા છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીની ગાડીના ડ્રાઇવરે જ સીટબેલ્ટ બાંધ્યો નથી.
રાજ્યના અધિક મુખ્ય સચિવના ડ્રાઇવર સીટબેલ્ટ વગર
જેમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગિતાસિંઘ ગાડીમાંથી ઉતરી રહ્યાં છે. ત્યારે વીટીવીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા જેમાં અધિક મુખ્ય સચિવના ડ્રાઇવરે સીટબેલ્ટ નથી બાંધ્યો. પોલીસ વિભાગના વડાં અધિકારીની ગાડીના ડ્રાઇવર જ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા છે.
આરોગ્ય કમિશનર અને ગૃહસચિવના ડ્રાઇવરે કર્યો નિયમનો ભંગ
રાજ્યમાં નવા ટ્રાફિક નિયમને લાગુ કરવા માટે આમ જનતા પર સરકાર દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના સરકારના અધિકારીઓના ડ્રાઇવરો જ નિયમનો ભંગ કરતા જોવા મળ્યાં છે. જેમાં આરોગ્ય કમિશનર જયંતિ રવિના ડ્રાઇવરે પણ નિયમનો ભંગ કર્યો છે. જ્યારે ગૃહસચિવ બ્રિજેશ ઝાના ડ્રાઇવરે પણ ટ્રાફિક નિયમ નથી પાડ્યો.
ADVERTISEMENT
મહિલા આયોગના ડ્રાઇવરે કર્યો નિયમનો ભંગ
ગાંધીનગર ખાતે મહિલા આયોગના લીલાબેન આંકોલિયાના ડ્રાઇવરે નવા નિયમોનો ભંગ કર્યો છે. જેમાં ડ્રાઇવરે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. આમ કાયદો ઘડનારા જ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યાં છે.
અધિકારીઓના ડ્રાઇવરોને નિયમ ભંગનો દંડ થશે?
સવાલ એ થાય છે કે શું આ અધિકારીઓના ડ્રાઇવરોને નિયમ ભંગનો દંડ થશે? શું સંગિતાસિંઘના ડ્રાઇવરને નિયમ ભંગનો મેમો આપવામાં આવશે? શું લીલાબેન આંકોલિયાને ટ્રાફિક નિયમ કાયદો નથી લાગતો? અને શું આરોગ્ય કમિશનર જયંતિ રવિના ડ્રાઇવર સામે કોઇ કાર્યવાહી થશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.