ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VS હોસ્પિટલ માનવ પરિક્ષણ મામલે ઘીનાં ઠામમાં ઘી માટેનો તત્ખો તૈયાર

પતાવોને સાહેબ / VS હોસ્પિટલ માનવ પરિક્ષણ મામલે ઘીનાં ઠામમાં ઘી માટેનો તત્ખો તૈયાર

Last Updated: 06:18 PM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.મનીષ પટેલ અને ડૉ.દેવાંગ રાણા વિરુદ્ધ તપાસ થશે. ડૉક્ટરો પાસેથી પૈસાની રિકવરી કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવશે. ખાતાકીય તપાસ થતા પોલીસ ફરિયાદની જરૂર નહી હોવાનું જણાવાઇ રહ્યું છે.

ADVERTISEMENT

Ahmedabad News : અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કેસમાં મોટો ખુલાસો થયો છે. કૌભાંડી ડૉક્ટરોએ ક્લિનિકલ ટ્રાયલના 1.87 કરોડ રૂપિયા મેળવ્યા હતા. ખોટી ક્લિનિકલ ટ્રાયલ કમિટી ઉભી કરી દર્દીઓ પર રિસર્ચ થયા હતા. 58 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. કૌભાંડી ડૉક્ટરો વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અંગે ડેપ્યુટી કમિશનર ભરત પરમારનું નિવેદન સામે આવ્યા બાદ ખળભળાટ જોવા મળી રહ્યો છે.

પૂર્વ સુપરિટેન્ડન્ટ અને દેવાંગ રાણા વિરુદ્ધ માત્ર તપાસ જ થશે

પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.મનીષ પટેલ અને ડૉ.દેવાંગ રાણા વિરુદ્ધ તપાસ થશે. ડૉક્ટરો પાસેથી પૈસાની રિકવરી કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવશે. ખાતાકીય તપાસ થતા પોલીસ ફરિયાદની જરૂર નહી હોવાનું જણાવાઇ રહ્યું છે. ડૉ.દેવાંગ રાણાને રૂપિયા 50 લાખ VS બોર્ડમાં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં શિરસ્તો છે કે, ભ્રષ્ટાચાર કરીને પકડાયા છો તો ભ્રષ્ટાચાર કરીને છુટી શકો છો. આવી જ સ્થિતિ પેદા થઇ હોઇ તેવું લાગી રહ્યું છે. ડોક્ટરોનાં લાયસન્સ કેન્સલ કરવા કે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કે સદોષ માનવવધ જેવા ગુના દાખલ કરવાનાં બદલે ખાતાકીય તપાસનાં આદેશ આપી દેવાયા છે. જેથી ખાતાકીય તપાસ કરીને જ સંતોષ માનવામાં આવશે.

આ પણ વાંચો : શું આ છે વિકાસ? જીવના જોખમે લોકો નદીમાંથી નનામી લઇ જવા મજબૂર, દ્રશ્યો રડાવી દેશે

ટ્રાયલ કૌભાંડમાં કોઇ કડક કાર્યવાહી નહી

VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં ટ્રાયલ કરવા માટે ડૉક્ટરોના ખાતામાં 1.87 કરોડ રૂપિયા જમા થયા હતા. પૈસાની રેકવરી કરવામાં આવશે તેવું તો જણાવાયું છે પરંતુ ક્યારે અને કઇ રીતે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ડૉક્ટરો વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ હોવાથી પોલીસ ફરિયાદ નહી હોવાનું એક માત્ર રટણ કરવામાં આવી રહ્યું છે. ડૉ.દેવાંગ રાણાને રૂપિયા 50 લાખ જમા કરવા આદેશ આપી દેવાયો છે. પરંતુ જો તેવું ન કરે તો શું તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માટે વીએસ હોસ્પિટલ કુલડીમાં જ ગોળ ભાંગે તેવી શક્યતા છે. આખરે પોલીસ પોલીસને કામ આવે તે પ્રકારે અહીં પણ ડોક્ટર ડોક્ટરને ફસાવશે નહી અને ઘીનાં ઠામમાં ઘી ઢોળી દેવાશે.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VS Hospital Clinical Trial Scam Doctor Devang Rana Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ