ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આગામી અઠવાડિયે ભારતમાં થશે લોન્ચ Vivo T5 Pro 5G, કિંમતને લઇ મળી હિન્ટ

ટેક / આગામી અઠવાડિયે ભારતમાં થશે લોન્ચ Vivo T5 Pro 5G, કિંમતને લઇ મળી હિન્ટ

Published By: Nirav Kumar

Last Updated: 11:33 PM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આવતા અઠવાડિયે Vivoનો T5 Pro 5G ફોન લોન્ચ થશે. ચાલો તેના સંભવિત સ્પેસીફીકેશન અને કિંમત વિષે જાણીએ.

ADVERTISEMENT

ભારતમાં આવતા અઠવાડિયે Vivo T5 Pro 5G લોન્ચ થવાનો છે. કંપની તેના લોન્ચ પહેલા ફોન વિશે અમુક ડીટેલ પણ આપી રહી છે. આ ફોનની ડિઝાઇન અને કલર ઓપ્શન તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા, અને હવે કંપનીએ કન્ફર્મ કર્યું છે કે તે સ્નેપડ્રેગન 7s સીરીઝના ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા ચાલશે. આ સિવાય કંપનીએ ભારતમાં હેન્ડસેટની કિંમત અંગે પણ સંકેત આપ્યો છે. આ હેન્ડસેટ ગ્રાહકો માટે 15 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.

  • Vivo T5 Pro 5G સંભવિત સ્પેસીફીકેશન

ફોનની માઇક્રોસાઇટ અપડેટ કરવામાં આવી છે જે કન્ફર્મ કરે છે કે સ્માર્ટફોન ક્વાલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 4 ચિપસેટ દ્વારા ચાલશે અને તેમાં UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ હશે. જેમાં કંપનીનો દાવો છે કે ફોને AnTuTu બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ પર 1180,000 થી વધુ પોઈન્ટ મેળવ્યા છે. ફોન Honor of Kings જેવી મલ્ટિપ્લેયર ઓનલાઈન બેટલ એરેના ગેમ્સ પર 120 fps સુધી ગેમિંગને પણ સપોર્ટ કરશે.

vtv app promotion

Vivoના દાવા મુજબ આ ફોન Call of Duty Mobile અને Battlegrounds Mobile India પર 90 fps ગેમિંગને સપોર્ટ કરશે. આ ડિવાઇસમાં Vivoનું ગેમ લોડ ઑપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમ હશે, જે ગેમિંગ દરમિયાન ઑટોમૅટિક રીતે કૉલ્સને બ્લૉક કરશે, નોટિફિકેશન હાઈડ કરશે અને ઑટોપ્લેને એક્ટીવ કરશે.

થર્મલ મેનેજમેન્ટ માટે 7,000 ચોરસ મીમીના હીટ ડિસીપેશન એરિયા સાથે વેપર ચેમ્બર (VC) કૂલિંગ સોલ્યુશનને કન્ફર્મ કરવામાં આવી છે. આનાથી કોર CPU તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે જે ગેમિંગ જેવા રિસોર્સ-સઘન કાર્યો દરમિયાન ઓવરહિટીંગને કારણે Vivo ફોનને થ્રોટલ થવાથી અટકાવશે.

વધુ વાંચો : લોન્ચ થયું 8000mAh બેટરીવાળું સસ્તું ટેબલેટ, Ai Plus Pulse Tabની કિંમત છે આટલી

  • Vivo T5 Pro 5G ની ભારતમાં સંભવિત કિંમત

આ ફોનની કિંમત 37,000 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથેના ટોપ વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયાથી વધુ નહીં હોય. તો બેઝ વેરિઅન્ટની કિંમત 30,000 રૂપિયાની આસપાસ હશે. આ ફોનની ફિક્સ કિંમત માત્ર લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Phone Launch Vivo T5 Pro 5G Specifications

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ